________________ અવનતિની મીમાંસા જ આધારિત નથી. ભાસના નાટકોમાં કેટલાંય પ્રસંગે નાટય છલિતથી (Dramatic Irony) પૂર્ણ છે. એવા પ્રસંગમાંથી, અથવા નાટયપૂર્ણ વક્રોક્તિમાંથી નિર્માણ થતા વિનોદનો વિદૂષક સાથે કોઈ પણ સંબંધ ન હોવા છતાં તે કેટલો હૃદ્ય બન્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. શુદ્રકે ચિતરેલાં વિવેદી પાત્રો અને તેમના વિદની આશ્ચર્યકારક વિવિધતા રૂઢ ચિત્રણના ચોકઠામાં જોવા મળતા નહીં. જીવન એ જ વિનોદી નાટક હોઈ તેમાંનો એક એક અનુભવ એ ગમ્મત સાથે હસી કાઢવાને પ્રસંગ ન હોય એવા ખ્યાલ સાથે જ જાણે શુદ્રકના પાત્રો વિચરતાં હોય એમ આપણને લાગે છે. કાલિદાસે પણ રમતિયાળ અને મશ્કરીર પ્રિયંવદાનું પાત્ર નિમ (ઘ અને નર્મ વિનોદનો એક સ્વતંત્ર નમૂને પ્રસ્તુત કર્યો છે. પછીના નાટકકાર વિનોદી ચિત્રણની આ ઉજજવલ પરંપરા સાચવી શક્યા. નહીં અને તેઓ એ વિદૂષકના રૂઢ અને યાંત્રિક ચિત્રણમાં જ નિર્જીવ સમાધાન માન્યું એ એક આશ્ચર્ય છે. - વિદૂષકની અવનતિનું બીજું કારણ રૂઢ પાત્રનું ચિત્રણ બીબાંઢાળ થતું ગયું એટલું જ નહીં પણ વિદૂષકને તે હાસ્યવિષય તરીકે જ ચિતરવામાં આ એ છે. તેના વિવેદ દ્વારા જ વિદનિર્મિતિ સાધવામાં આવી. પરિણામે જીવMાં અનેક પાસાંઓને ઉપહાસ કરનાર જીવનના ભાષ્યકાર તરીકેની ભૂમિકા નાશ પામી. ગમે તે એની મશ્કરી કરે એવા ગાંડાની ભૂમિકા તેને ભારે આવી.. સંસ્કૃત નાટકના કથાવિષયની તેમ જ સામાજિક ઓચિત્યની મર્યાદાઓ સંભાળતા તેને એક સંકુચિત વાતાવરણમાં રહેવું પડયું, છતાં અંતઃપુરના કે દરબારતા દૈનિક જીવનમાંથી તે વિહ નિર્મી શકે એવી વસ્તુઓની તેની આજુબાજુ કોઈ ઉણપ ન હતી, પણ વિદૂષકના માર્મિક અવલોકનને કોઈ તક આપવાને બદલે આ નાટકકારોએ જયારે તેને હાસ્યનું બાવલું બનાવ્યું, ત્યારે વિનોદનું ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ વધુ સંકુચિત થયું. બ્રાહ્મણ્ય, અજ્ઞાન, ખાઉધરાપણું, કદરૂપું શરીર જેવી વિશેષતાઓ ઉપર આધારેલે વિનોદ કેટલે સુધી ચાલી શકે ? અર્થાત આ વિનોદની પુનરાવૃત્તિ થતી ગઈ. તે વાસી બન્યું, અને તેમને આનંદ ઊડી ગયો. વિદૂષકને મને બદલવાને અથવા તેને માટે નવું વાતાવરણ નિર્માણ કરવાનો પ્રયત્ન પછીના સંસ્કૃત નાટકકારોએ કર્યો નહીં. જે તેમણે તે કર્યો હેત તે વિનેદનું નવું ઝરણું વહી શકયું હોત, પરંતું વિદૂષકની રૂઢ