________________ બધું વિસરી જઈ, સ્નાન કરી લેવાનું દાસી તેને કહે છે. તે સાંભળ સંતુષ્ટ દાસીને કહે છે, “રાજકુમારી રડતી હોય ત્યારે એને સ્નાન કરવાની તું શી સલાહ આપે છે ? અરે, એને ભૂખ લાગી હશે. થોડું ખાવાનું લઈ આવ ! હા. જોઈએ તે હું પહેલો પાટલે જઈ બેસું !" આમ કોઈ વખત બનવાને પ્રસંગ આવે તે પણ એ ખાઉધરાને ભોજનપ્રિય સ્વભાવ થોડો બદલાવાને હતા? પણ બીજી કેટલીક બાબતમાં સંતુષ્ટ ડાહ્યો બન્યું હતું. દર વખતે દાસી એને છેતરે એ કેમ બને? પછી એક વખત અવિમારક અને કુરંગી રાજમહેલમાં એક બીજાને મળે છે, તે વખતે તેમને એકાંત મળે તે માટે, કુરંગીની દાસી નલિનિકા તેને બહાર જવાનું સૂચવે છે, પણ એ બાઘા જેવો ત્યાં જ ઊભે રહે છે. દાસી એને ભોજનની લાંચ આપે છે, તેમજ પિતાના અલંકાર આપવાનું કબલ કરે છે, પણ સંતુષ્ટ કહે છે, “એ ન બને. પહેલાં દાગીના આપ. ખાલી ઘીનું નામ લેવાથી કાંઈ પિત્ત મટે નહીં? સંતુષ્ટ ખાલી નામને જ બ્રાહ્મણ છે. ચંદ્રિકા સામે તેની વિદ્વતાની પિલ ફૂટી જાય છે. પણ એને જન્મ બ્રાહ્મણને હેવાને લીધે. અજાણતાં તેના મન ઉપર થયેલા બ્રાહ્મણના સંસ્કારોને પ્રભાવ આપણને જોવા મળે છે. કુરંગીને મળવા ઉતાવળા બનેલા અવિમારકને તે ભણતર પૂરું કરી પિતાને ઘેર જવા ઉતાવળા બનેલ વિદ્યાથીની ઉપમા આપે છે. કદાચ એ પ્રસંગ એના જીવનમાં બન્યો હેય. એણે પણ કઈ દિવસ ભણતર છેડી ગુરુના ઘેરથી પિબારા ગયા હોવા જોઈએ. દાસીએ એનું જ્ઞાન પારખ્યું હોય, તે પણ એ બ્રાહ્મણ નથી એમ કેણુ કહી શકે ? સંતુષ્ટ પતે જ એક પ્રસંગે કહે છે, “જઈ પહેરે બ્રાહ્મણ થવાય, વલ્કલ પહેરે સંન્યાસી થવાય, અને કપડાં ત્યજીએ તો શ્રમણુક થઈએ, એમાં શું ?' એમ, સંતુષ્ટના મત પ્રમાણે કોઈપણુ આશ્રમ અથવા ધર્મને સ્વીકાર કરવો એ તદ્દન સાદી વાત છે. સંતુષ્ટ સાવ બા લાગે છે. અવિમારક કુરંગીને મળવા આટલે બધે આતુર શા માટે બને છે તે સંતુષ્ટ સમજી શકતું નથી. કુરંગીને રડતી જોઈ તે તેને માટે ખાવાનું લાવવા કહે છે. પ્રેમીઓને એકાંત મળે તે માટે એને બહાર જવાનું કહેવામાં આવે તો પણ એને સમજાતું નથી. પણ ખરી રીતે સંતુષ્ટ બા નથી. કુરગીને મળવા એના મહેલમાં છુપાઈને જવામાં ભય રહે છે એ તે જાણે છે, અને જે અવિમારક ત્યાં પકડાઈ