________________ 1 સંતુષ્ટ गोष्ठीषु हास्यः समरेषु यौधः / शोके गुरुः साहसिकः परेषु / महोत्सवो मे हृदि किं प्रलापैः દ્વિધા વિમૉ વહુ એ શરીરમ્ –અવિમારક, 421 ભાસે લખેલ અવિમારક નાટકમાં, વિદૂષક સંતુષ્ટ પિતાના મિત્ર અવિમારકને મળવા જાય છે. રસ્તામાં ચંદ્રિકા નામની દાસી સાથે તેની મુલાકાત થાય છે.. સ્વાભાવિક રીતે જ ચંદ્રિકાને સંતુષ્ટની મશ્કરી કરવાની ઈચ્છા થાય છે. તે સંતુષ્ટ પાસે જઈ, તેને સંભળાય એ રીતે પાસે રહેલા બીજા માણસને પૂછે છે, “મને, એક બ્રાહ્મણ જોઈએ છે, કોઈ મળશે ?" સંતુષ્ટ તે સાંભળે છે, અને એને પૂછે છે, “શું આપને બ્રાહ્મણ જોઈએ છે? શા માટે?” “જમવાનું નિમંત્રણ આપવું છે, ચંદ્રિકા કહે છે. તે સાંભળી સંતુષ્ટ ખિજાય છે, અને એને પૂછે છે, “તે હું શું શમણુક છું?” તેને ચિડાવવા ચંદ્રિકા કહે છે, “તું વૈદિક બ્રાહ્મણ કયાં છે ?' સંતુષ્ટ વધુ ખિજાય છે, પણ જમણનું નામ સાંભળતાં જ એના મોંમાં પાણી છૂટે છે. એ કહે છે, “તું મને અવૈદિક માને છે ? અરે, મારી વિદ્વત્તા તું જાણતી નથી ! જે રામાયણ નામનું એક નાટ્યશાસ્ત્ર છે. તેમાંના પાંચ શ્લોક મેં એક વરસમાં ગોખી નાંખ્યા છે, સમજી? અને એ ખાલી ગેખ્યા નથી, એને અર્થ પણ હું બરાબર સમજો છું ! કલેક ભણી શકે, અને એનો અર્થ પણ જાણે શકે એ બ્રાહ્મણ દી લઈને શેધતાંય નહીં મળે !" સંતુષ્ટનું જ્ઞાન જઈ ચંદ્રિકાને હસવું આવે છે. તે સંતુષ્ટની વધુ મશ્કરી કરે છે. હાથમાંની અંગૂઠી પરના અક્ષરો વાંચવાનું છે તેને કહે છે. હવે સંતુષ્ટનું આવી બને છે, કારણ કે એને વાંચતાં ક્યાં આવડતું હતું ? પણ એમ તે એ ચાલાક હતું. એ કહે છે, “આ અક્ષરે અમારી પિથીમાં નથી !' સંતુષ્ટ ગમ્યું મારે તે પણ ચંદ્રિકા થેડી છેતરાવાની હતી ? તે કહે છે, “જમવા બેલાવીશ, પણ દક્ષિણ નહીં મળે, ચાલશે ? સંતુષ્ટને એ કબૂલ છે. દક્ષિણ નહીં મળે તે કંઈ નહીં, જમવા તો મળશે ! સંતુષ્ટને આમ ખુશ કર્યા પછી તે તેને વધુ વિશ્વાસમાં લે છે. તે તેની