________________ 2e પાસે છે. ગીર મહેલમાં તે એ મજા છે વિસક પ્રમાણે કરંગી પણ પ્રેસવાર થાય છે. પ્રેમમાં સફળતા મળવાની એને કોઈ આશા સ્થાન નથી. તેથી તે આપઘાત કરવા પ્રયત્ન કરે છે પણ તે જ વખતે અવિસ્મરક ત્યાં આવે છે અને એને ધ્યાવે છે. કુરંગીની શાંખમાં આંસુ આવી જાય છે તે વખતે સંતુષ્ટ તેને કહે છે, “આમ રડીને પોતાની જાતને નકામું દુઃખ ના દે, નહીં તે મને પણ રડવું આવશે! પણ એ જ સુસીબત છે, જુઓ ! હું રડું તે પણ મારી આંખમાં આંસુ જ નથી આવતાં ! મારા સા ગુજરી ગયા ત્યારે મેં રડવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ અણું જ ન આવ્યા ! ગમે તે હોય તે પણ, હું તમારી સાથે રડવા તૈયાર છું !' અત્યંત શેકદાયક પ્રસંગે હાસ્ય વળાંક આપી જીવનના દુઓને વિનેદબુદ્ધિથી હસી કાઢવાની કેવી અજાયબભરી શક્તિ સંતુષ્ટ પાસે છે ! પછી બંને પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી નલિનિકા સંતુષ્ટને બહાર જવાનું સૂચવે છે. પણ સંતુષ્ટ જાણે મશ્કરી કરવાના ઈરાદાથી જાણી જોઈને ત્યાં જ એંટી રહે છે. સંતુષ્ટ અને નલિનિકાની પહેલી મુલાકાત થઈ તે વખતે પણ નલિનિકાએ “આ નવા ભાઈ કેશુ? એવી પૂછપરછ તેને વિશે કરેલી, અને તે વખતે સંતુષ્ટ મશ્કરી ભર્યો હળવે જવાબ વાળ્યો હતો. તેણે કહ્યું હતું, “વાહ! રાજદરબારના માણસે તે કહેવા પડે! નહીં તો, મને જોઈને હું પુરુષ છું, એમ કઈ ધારે ખરૂં? કારણકે હું તે સ્ત્રી છું! પુષ્કરિણ નામની ચેટી છું !!-પ્રસ્તુત પ્રસંગમાં પણ પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી નલિનિકા એને બહાર કાઢવાની ઈરછા કરે છે, ત્યારે તે એ જ મશ્કરી ભર્યો જવાબ આપે છે. એ કહે છે, “મને ખેંચશે મા. હું કેટલો નાજુક છું ?" પિતાની મશ્કરી કરીને પણ બીજાને આનંદ આપવામાં સંતુષ્ટ ખરેખર આનંદ માને છે. તેની આ ભાવનાએ અવિમારકની બાબતમાં સૌથી ઉત્કટ છે, અવિમારક વિશે તેના મનમાં એટલી બધી લાગણી છે કે તેને માટે તે ગમે તે કરવા તૈયાર છે. અવિમારક માટે તે ગમે તે દુઃખ સહન કરવા તૈયાર છે. ઋષિના શાપને લીધે અવિમારકને અંત્યજ બની ગામ બહાર રહેવું પડે છે. પણ પોતાના એ અંત્યજ મિત્રને તે રોજ અચૂક મળવા જાય છે. કોઈપણ બ્રાહ્મણે અંત્યજ મિત્રને સાથ અનેક સામાજિક ભયને કારણે ટાળે હેત, પણ ભેળો સંતુષ્ટ તે પ્રકારના કેઈપણ ભયની પરવા કરતા નથી. એ અવિમારકને કહે છે, રોજ આખો દિવસ આમતેમ રખડું તે પણ, મને તને મળ્યા વગર સંતોષ મળતો નથી, અને તેથી, રોજ રાત થતાં જ હું કઈ વેશ્યાને શેર જાઉં તેમ હું તારે ઘેર આવું છું.'