________________ 20e. જય તે રાજાના કટિલ મંત્રી તેની ગમે તે વલોડ કરશે તેની તે અવિમારકને પહેલેથી ચેતવણી આપે છે. વિરહને લીધે કુરંગ સુકાઈ ગઈ છે એ તે તરત જાણી શકે છે. અવિમારક પ્રમાણે તે પણ કુરંગનું વર્ણન કરે છે, અને જ્યારે તે તેને ચંદ્રલેખાની ઉપમા આપે છે, ત્યારે અવિભાસ્કને પણ આશ્ચર્ય થાય છે. સંતુષ્ટ કહે છે, “સ્ત’ હમેશા તારી સાથે હેવાને લીધે તું મારી મશ્કરી કરી શકે, પણ અજાણ્યા માણસને મારી બુદ્ધિને શે ખ્યાલ હોય ? એ તો મારી પ્રશંસા જ કરશે. હું એ વાત બરાબર જાણું છું, અને તેથી ગામમાં છે પણ કેઈની સાથે ઝાઝી ઓળખાણ વધારૂં નથી.” અજાણ્યા માણસને મારી બુદ્ધિનો શો ખ્યાલ હોય?” એમ કહેવાનો શો અર્થ ? સંતુષ્ટ ડહાપણમાં ઉચારેલા વાક્યમાં પણ એની મૂર્ખાઈ છતી થઈ ગઇ ! તેથી કુરંગી એક વખત કહે છે, “હાસ્યાસ્પદ છે આ બ્રાહ્મણ " અવિમારક પણ પોતાને સૂર એમાં ભેળવે છે. સંતુષ્ટ તરત જ કહે છે, “રાજકુમારી રહેવા દે એ વાત. પ્રેમમાં નિરાશ થવાને લીધે તમે અપઘાત કરવા નીકળ્યાં હતાં, અને ખાલી વાદળને ગગડાટ સાંભળી તમે ગભરાઈ ગયાં, એ નથી હાસ્યાસ્પદ સંતુષ્ટને જડબાતોડ જવાબ સાંભળી કુરંગી શું બેલે ? ખરી રીતે સંતુષ્ટ બહુ હોશિયાર ન હોય તે પણ એ સાવ મૂખ પણ નથી. એ ભોળે છે. એને ભેળા સ્વભાવને લીધે ચંદ્રિકા એને સહેજે છેતરે છે, અને એની અંગૂઠી લઈ નાસી જાય છે. કોઈ વિદ્યાધર જાદુગર પાસેથી અવિમારક એક અંગૂઠી મેળવે છે. તે અંગૂઠીને પ્રભાવ એ હેાય છે કે એક હાથમાં એ અંગૂઠી પહેરવાથી માણસ અદૃશ્ય થઈ જાય, અને બીજા હાથમાં પહેરવાથી એ પાછા પૂર્વવત થઈ જાય ! અવિમારક માટે એ અંગુઠીની મદદ વડે કુરંગીના મહેલમાં જવું એકદમ સહેલું થઈ પડયું હતું. તેથી અવિમારક આનંદમાં હતો પણ સંતુષ્ટને એ અંગૂઠી વિશે જ આશ્ચર્ય થાય છે. અવિમારક એ અંગૂઠી પહેરી અદશ્ય થાય છે. સંતુષ્ટ તેનો હાથ ધરે છે, તેથી તે પણ અદશ્ય થાય છે. પિતે અદશ્ય થયાને તેને એટલે બધે આનંદ થાય છે કે તે પિતાની જાત ઉપર વિશ્વાસ જ રાખી શકતા નથી. એ પિતાનું શરીર દાબી જુએ છે, ઘૂંકી જૂએ છે. સંતુષ્ટને આનંદ નિર્દોષ બાળકના આનંદ જેવો છે. સંતુષ્ટમાં બાલકની નિરાગસતા જણાઈ આવે છે. કેઈ એની મશ્કરી કરે તે પણ એનું એને દુખ નથી, કારણ કે બીજાની વાત તે જવા દે, પણ પોતે પોતાની મારી કરી હસવાની અને બીજાને હસાવવાની ખેલદિલી એની