________________ 18 અંગૂડી જેવા માંગે છે, અને પછી, અરે “રાજકુમાર આવ્યા !" એમ તે કહે છે. સંતુષ્ટ આમતેમ રાજકુમારને જુએ એટલી વારમાં તે અંગૂઠી લઈ પલાયન થાય છે. પછી, દુષ્ટ દાસીએ પિતાને બનાવ્યો હોવાનું સંતુષ્ટને ધ્યાનમાં આવે છે. પણ એ શું કરી શકે ? તે બુમો પાડે છે, તેની પાછળ દડવા જાય છે, પણ દાસી તે રસ્તા પરની ગિરદીમાં અદશ્ય થઈ જાય છે, સંતુષ્ટ થાકી જાય છે. દાસીની આવી હિંમત જોઈ, તે તેની વિરુદ્ધ અવિમારક પાસે ફરિયાદ કરવા સિવાય બીજું શું કરી શકે? નામ સંતુષ્ટ હોવા છતાં કમનસીબે સંતુષ્ટના જીવનમાં સંતોષ અથવા આનંદ મળે એવા પ્રસંગે ઝાઝાં બનતા નથી. એની ભોજનપ્રિયતા, વેદોવદ્યાની બડાઈ, એને ભોળે સ્વભાવ, અવિમારક વિશેને ભક્તિભાવ–દરેકમાં એને કમનસીબે કડવો અનુભવ લખાય છે. સંતુષ્ટ માટે બધે ફજેતીના જ પ્રસંગે નિર્માય છે. બધા એની મશ્કરીને આનંદ માણે છે. અવિમારક સૌવીર રાજાનો પુત્ર હતા, અને સંતુષ્ટ એને પરમમિત્ર હતો. એક કેપિષ્ઠ ઋષિએ સૌવીર રાજાને એક વરસ સુધી અંત્યજ તરીકે રહેવાને શાપ આપ્યા હતા, અને તેથી તે કુતિભેજ રાજાની રાજધાનીમાં નગર બહાર અંત્યજ તરીકે રહેતા હતા. સંતુષ્ટ પતે બ્રાહ્મણ હોવાને લીધે અવિમારકને મળવા છૂપાઈને આવતા હતા. રસ્તામાં દાસીએ તેની મશ્કરી કરી, તેને લીધે તેને અવિમારક પાસે આવતાં મોડું થયું. અવિમારક તેની રાહ જોતે હતે. અવિમારક કુન્તિભોજની પુત્રી કુરંગીને ચાહતા હતા, પણ અજ્ઞાતવાસમાં ચાંડાલનું જીવન જીવ હોવાને લીધે, તે પિતાની પ્રેયસીને ગુપ્ત રીતે જ મળી શકતે હતા. કુરંગીને મળવાને એક નવો માર્ગ તેને સૂઝ હતો, અને તે સંતુષ્ટને કહેવા તે કયારની તેની રાહ જોતા હતા. તેથી, સંતુષ્ટને જોતાં જ એ કહે છે, “ઓહ ! કેટલું મોડું?” સંતુષ્ટ કહે છે, ભેજનના નિમંત્રણને બહાને છેતરાયેલે બ્રાહ્મણ જેમ ભજનને જ વિચાર કરે, તેમ તું પણ એક જ વાત લઈ બેસી રહ્યો લાગે છે !" અર્થાત દાસીએ પિતાને છેતર્યો હોવાનું હજુ સંતુષ્ટના મનમાં સાલે છે. પણ, એને લીધે એની ભેજનપ્રિયતા થોડી ઓછી થવાની છે ? સફેદ રંગે રંગેલી શહેરની ઊંચી ઊંચી દિવાલે તેને દહીં જેવી લાગે છે, અને સમીસાંજે સૂર્યના પરિવર્તિત કિરણોની આછી લાલ પ્રભા એને ગોળની યાદ અપાવે છે. ઉદાસ બનેલી કુરંગીને રડતી જોઈ દાસી એનું સાંત્વન કરે છે. હશે હવે” એમ કહી