________________ 185 અવનતિનો મીમાંસા બોલવાની મૂર્ખતા તથા કામવાસના જેટલો ભભૂકેલો જઠરાગ્નિ હોય - એવા વવિધ અને વિરોધી ગુણોવાળે અભૂતપૂર્વ શિકાર, અને જુગારમાં સર્વસ્વ ઈ દીધા પછી પણ ધૂતને અનભિષિક્ત સામ્રાજ્ય સાથે સરખાવનાર, બાકી પડી ચાળણું થઈ ગયેલ પોતાના ઉત્તરીયને “આની ગડો કરીએ એટલે જ તે શોભે છે” એમ કહી ધીરેથી તેની ગડી વાળનાર, જીવનમાંની આપત્તિઓને અને દારિદ્રયને બાદશાહી તુરછતાથી હસી કાઢનાર મંજિલે દરક-જેવાં અનેક પાત્રો આ નાટકમાં વિદૂષકની સાથે આવી ગયાં છે, અને પ્રેક્ષકોનાં મન જીતી ગયાં છે. પ્રહસન જેવા નાટયપ્રકારમાં પણ સુંદર વિનેદ આપણને જોવા મળે છે. “ભગવદજજુકીય” નામના પ્રાચીન પ્રહસનમાં એક શિષ્યનું પાત્ર આવે છે. તેનું ચિત્રણ વિદૂષક જેવું જ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રહસનની ખરી મજા તે યમદૂત જે ભૂલ કરે છે, તેમાં છે. એક મૃત્યુવશ સ્ત્રીના પ્રાણ હરવા યમ પિતાના દૂતને મોકલે છે. યમદૂત ભુલથી વસંતસેના નામની ગણિકાના જ પ્રાણ લઈ જાય છે. તેની આ ભૂલ માટે યમ તેની ઝાટકણી કાઢે છે અને તેને ખરા પ્રાણ લઈ આવવા પાછો મોકલે છે, પણ જ્યારે તે પાછો આવે છે, ત્યારે પરિસ્થિતિ જુદી જ હોય છે. એક યોગીએ પિતાને આત્મા ગણિકાના એ મૃતદેહમાં પ્રવેશાવ્યો હોય છે. તેથી યમદૂતને પોતાની પાસે રહેલા પ્રાણનું શું કરવું તે સમજતું નથી, અને તે પાસે પડેલા ભેગીના મૃત શરીરમાં એ ગણિકાના પ્રાણ મૂકી દે છે! આ અદલાબદલનું પરિણામ એ આવે છે કે યોગી ગણિકાની માફક પ્રેમની ભાષા બોલવાની શરૂઆત કરે છે, અને ગણિકા ગીની માફક સંસાર અસાર હોવાનું કહે છે! આટલો નિર્મળ વિવેદ આપણને ઉત્તરકાલીન પ્રહસનેમાં જોવા મળતું નથી. પ્રસ્તુત પ્રહસનમાં કેટલેક ઠેકાણે ગ્રામ્યતા અને અશ્લીલતાની હદ આવી ગઈ છે, પરંતુ ગ્રીક નાટકોનાં વિવેદી પાત્રોના જેવા કેટલાક નામનાઓ આપણને આ પ્રહસનેમાં જોવા મળે છે. એવું એક પાત્ર છે વૈદરાજનું ! “લટકમેલક' નામના પ્રહસનમા વૈદરાજ જતુંકેત મદનમંજરીના ગળામાં ભરાયેલું હાડકું બહાર કાઢવા માટે તેના ગળાને દર બાંધી જેથી ખેંચવાના ઉપાય સૂચવે છે. હાસ્યાર્ણવ”નામના પ્રહસનમાં પણ એવા એક વેદરાજ આવે છે. તેમનું નામ છે વ્યાધિસિંધુ (દરદને દરિય). બંધુરા નામની એક ઘરડી વેશ્યાની આંખે તિમિર નામને રોગ થયો હોય છે. તેને ઘેર આવેલ અનયસિંધુ નામનો રાજા તેની આ અવસ્થા જેઈ વ્યાધિસિંધુને બોલાવે છે, ત્યારે વૈદરાજ લોખંડના સળીયો તપાવી તિની આંખમાં ભેંકવાનું કહે છે, પણ જે આંખે જ જતી રહે તે રોગીને