________________ પ્રકરણ ૧૫મું અવનતિની મીમાંસા વિનોદી પાત્ર ઉત્તરોત્તર અવનત દશા પામ્યું એટલું કહી આપણું કાર્ય પૂરું થતું નથી. એ અવનતિનાં કારણે શોધવા જોઈએ. અંત:પુરમાં દાસદાસી જેવા હલકા વર્ગ સાથે વિદૂષકને વધુ ને વધુ સંબંધ આવતે ગયે. તેને અંતઃપુરમાં પ્રવેશ મળે તે પણ એક મૂખ તરીકે, પછી જ્યારે સામાજિક જીવન બદલાયું, રીતરિવાજે બદલાયા, ત્યારે વિદૂષક એક બીણું બની રહ્યો, અને જ્યારે વિનોદના બધા અંશે વધુ શાસ્ત્રીય અને રૂઢ બન્યા ત્યારે બીબારૂપ રહેલ શેષ વિદૂષક પણ છિન્નવિછિન થયો.” એવી સમજતી વિદૂષકની અવનતિ વિશે આપવામાં આવી છે, તે અગ્ય નથી; પરંતુ વિદૂષકની અવનતિ કેવી રીતે થઈ એ શેાધતાં, સામાજિક કારણો કરતાં વાલ્મયીન તરોને વિચાર કરવો વધુ આવશ્યક છે. કારણ કે, એક નાટકના પાત્ર તરીકે વિદષકનો હાસ કેવી રીતે થયું, તે આપણે અહીં જોવું છે. એ દષ્ટિએ સૌથી મહત્વને મુલે એ છે કે, વિવેદી પાત્રો અને વિનેદને ખરો મર્મ ઘણું શેડા લેખએ જ હતો. જ્યારે વિદી પાત્રમાંનું ચૈતન્ય જતું રહે, જ્યારે તે એક નમ (Type) બની રહે, ત્યારે તેને વાસી થતા વાર લાગતી નથી. કેઈ વ્યક્તિના ચાથવા નિતિક અને સામાજિક ગુણાવગુણના પ્રતીક તરીકે કેઈ વિનદી પાત્ર પ્રથમ અવતરતું હોય, તે પણ વખત જતાં એ પાત્રની વિશેષતાઓ ફિક્કી પડે છે. એવી અવસ્થામાં વિદી પાત્રની નિશ્ચિત થયેલી સાંકેતિક વિશેષતાઓ જ કાયમ રાખવા કરતાં, તેમાં મેગ્ય ફેરફાર કરી એક જીવંત વ્યક્તિરેખા તરીકે તેનું ચિત્રણ કરવામાં આવે, તે જ એ પાત્ર સાહિત્યમાં ચિરંતનત્વ પામી શકે. સંસ્કૃત સાહિત્યમાં ઉત્તરકાલીન નાટકકારો આ બાબત વિસર્યા. તેમણે વિદૂષકના પહેલાને નમૂનો જ ઘૂંટ્યો, પણ તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ તેઓ વિકસાવી શકયા નહીં. પાત્રોના રૂઢ નમૂનાઓનું ચિત્રણ કરવું એ સાહિત્યિક દૃષ્ટિએ ભૂલભરેલું નથી. પ્રાચીન ગ્રીક નાટમાં પણ એવા નમૂનાઓ આપણને જોવા મળે છે. એરિસ્ટેફેન્સના પરિહાસકયુર નાટકમાં રૂઢ બીબાંઢાળ પાત્ર આપણને