________________ 188 વિદુષક વિશેષતાઓ બદલાઈ નહીં, કે અંતઃપુરની બહારની હવા તે લઈ શકશે નહીં. તેની શારીરિક વિકૃતિ હતી તેવી કાયમ રહી, એને તેનો વિનેદ વધુ સુક્ષ્મ થવાને બદલે નીચે ઘસડાયે. અભિજાત નાટકકારેએ વિદૂષકને રૂઢ ચિત્રણમાં પણ તેનું જીવંત વ્યક્તિત્વ કાયમ રાખ્યું. પણ પછીના નાટકકારે તેનું યાંત્રિક અનુકરણ અને પુનરાવર્તન કરતા રહ્યા અને તેમાંથી નિર્માણ થતા વિનોદનો કૃત્રિમતા દૂર કરવા જ જાણે ગ્રામ્ય શબ્દ અને ગાળીને તેમણે ઉપયોગ કર્યો. -અને વિનોદનો ખાડો ખોદ્યો. વિદૂષકની અવનતિ માટે સાહિત્યશાસ્ત્રની રૂક્ષતા (જડતા) પણ જવાબદાર ગણી શકાય સાહિત્યની વાસી રૂઢિઓની બાંય ધરી રાખવાની, અને અભિજાત નાટકકારોની કલાકૃતિઓમાંથી પ્રતીત થતી કલાની દિશા ન ઓળખવાની ગંભીર ભૂલ પછીને નાટકકારેએ કરી એ વાત ખરી હેય, અને તે માટે આપણે તેમને દોષ આપીએ, તે પણ શાસ્ત્રકારોની પણ જવાબદારી વીસરી શકાય નહીં. પછીના શાસ્ત્રકારોએ ભરતનું કેવળ અનુકરણ કર્યું. તેના સિદ્ધાન્તોને “અનુવાદ અથવા કવચિત્ કયાંક સ્પષ્ટીકરણ ઉમેરવા ઉપરાંત આ શાસ્ત્રકારોએ કાંઈ કર્યું હોય એમ લાગતું નથી. નવા લેખકને માર્ગદર્શન મળે એવાં નવાં કલાતરની મીમાંસા તેમણે નવેસરથી કરી નહીં. કાલિદાસ, શુદ્રક, વગેરે પ્રતિભાશાળી -નાટકકારની કલાની ચર્ચા કરી, તેમાંના મર્મસ્થાને વિશદ કરવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો નહીં. ભરત નાટયશાસ્ત્રને પાયો ચ, તે દષ્ટિએ તે પોતે પિતાના શાસ્ત્રના નિયમો ઘડે એ યોગ્ય છે, અને પછીના શાસ્ત્રકારો પણ “ભરતમુનિ માટે ગૌરવની ભાવના સેવે, અને તેના શાસ્ત્રને આદર કરે તે તેમાં કાંઈ ખોટું નથી, પણ જ્યારે કોઈ પ્રતિભાશાળી કલાકાર નાટયલેખન અથવા પાત્રનિમિતિને નવે ઉન્મેષ પિતાની કલાકૃતિમાં પ્રગટ કરે ત્યારે તેની નેધ લેવી, તેને મર્મ વિશદ કરી તેની તવિક ચર્ચા નવા લેખકે સામે પ્રસ્તુત કરવી એ પછીના શાસ્ત્રકારોની જવાબદારી ન હતી ? એમણે કર્યું શું? ભરત પછીના નાટયશાસ્ત્રને ઊડતી નજરે નિહાળીએ તો તેમાં, આપેલા નિયમોની પરંપરા ચાલુ રાખેલી, અને મૂળ સિદ્ધાન્તનું જ વિશ્લેષણ થયેલું આપણે જોઈએ છીએ. મૂળ સિદ્ધાન્તને વધુ વિગતો આપી વિસ્તારવામાં આવ્યા, પણ દાખલા આપતી વખતે આ શાસ્ત્રકારોને જેમની કૃતિઓમાં કલા કરતાં કારીગરી જ અધિક હોય એવા દ્વિતીય કે તૃતીય શ્રેણુંને કલાકારો જ નજરમાં આવ્યા, પ્રતિભાશાળી લેખકેનું અસ્તિત્વનું કર્યું હોય તે તે તેમના ગુણોને લીધે છે, - શાસ્ત્રકારોએ તેમની કલા વિશદ કરી જ્હાવી હોવાને લીધે નહીં ! તાત્ત્વિક દૃષ્ટિએ