________________ અવનતિની મીમાંસા જ મથી એવી સમજ તત્કાલીને "રસિક"ની હતી એટલું જ નહીં પણ ઘણું આધુનિક અભ્યાસી પણ એ જ ગેરસમજ પિકી રહ્યા છે. સાહિત્યિક રૂઢિઓને લીધે જે વિદૂષકની પ્રગતિ રૂંધાઇ ન હોત, કોઈ પ્રતિભાવંત વિદૂષકને નવે માર્ગ વિકસાવત, તે વિનદી પાત્રની કેટલી ઉજજવલ પરંપરા નિર્માણ થઈ શકી હેત ! શરીર ઉપર બાઘો વેશ ચડાવી જીવનને સૂક્ષ્મ દષ્ટિએ નિહાળનાર, જીવનની વિસંગતિ ઉપર ઉપહાસનું તીર્ણ શસ્ત્ર ચલાવનાર, અથવા જીવનકાંઠે ઊભો રહેવા છતાં જીવનના પ્રસંગો સાથે સમરસ થનાર, પોતાના સર્જાઈભર્યા વર્તન સાથે જીવનના ઊંડા સત્ય ઓળખનાર મૈત્રેયને વારસો કાઈ સંભાળત, તે શેફસ્પીયરના ટચસ્ટન જેવો જીવનનો એકાદ ભાષ્યકાર આપણે જોઈ શક્યા હોત. વાત કહેવાની શરૂઆત કરે ન કરે ત્યાં જ ગોટાળામાં ગામનું નામ રાજને અને રાજાનું નામ ગામને આપનાર વસંતકની બાલિશ, અથવા, નાયિકાની સખી પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી પોતાને મહેલની બહાર ખેંચતી હોવાનું જાણવા છતાં, “મને ખેંચશો મા. હું એક નાજુક સ્ત્રી છું” એ મશ્કરીભર્યો બેટ દા કરનાર, અથવા પોતાને રડવું ન આવવાની ફરિયાદ કરનાર સંતુષ્ટને નિર્દોષ મશ્કરે અને મસ્તીખોર સ્વભાવ જે આગળ વિનેદને પુષ્ટ કરવા લેવામાં આવત તે પક જેવું રમતિયાળ અને નિર્દોષ મશ્કરીથી ભરપૂર તથા હાસ્યરસથી તરબોળ એવું વિનદી પાત્ર પછીને સાહિત્યમાં નિર્માણ ન થઈ શક્ત એમ નહીં, પરંતુ એથી પણ મહત્તવનું તે એ કે જે વિનેદના મૂળમાં રહેલી જીવનની વિસંગતિને ઉપયોગ વિનદી પાત્ર નિર્મવામાં થાત તે આપણે અનેક ભવ્ય વિદી પાત્ર મેળવી શક્યા હોત. જેના રૂપ અને વતન ઉપરથી વયને અંદાજ કરી શકાય નહીં, જેની શારીરિક વિકૃતિએ મનની વિકૃતિ આણી ન હોય એ ધૂર્ત અને તીક્ષ્ણ બુદ્ધિવાળા, જેના પરિહાસમાં દુષ્ટતા ન હોવા છતાં વખત આવે મશ્કરીમાં બીજાને ઈજા પહોંચાડવાનું ન ભૂલનારો, પિતાની પાસે મજબૂત પાયે ન હોવા છતાં પ્રસંગે હિંમતપૂર્વક કાર્ય કરી બતાવવાની ધગશ રાખનારે, ઉપરથી બીકણું પણ અંદરથી હિંમતવાળે, લુચાઈ હોવા છતાં વેરબુદ્ધિ વિનાને, જાણી જોઈને ફસાવવાની વૃત્તિ ન હોવા છતાં ખોટું બોલવા આગળ-પાછળ ન જેનારે, હેદો ન હોવા છતાં હકુમત ચલાવનારા, સભ્યતા ન હોવા છતાં સાચ્છીલ, માનાપમાનની દરકાર કરવા છતાં લડાયક વૃત્તિવાળા એકાદ વિદૂષક જે નિર્માત તે ફેલસ્ટાફ જે વિદને ભીષ્માચાર્ય સંત સાહિત્યમાં પણ ન અવતરી શક્ત એમ આપણે કેમ કહીએ ? વિનોદને બંધન ન હોઈ શકે. વિનેદને એટલું સ્વાતંત્ર્ય હોય છે કે તે જીવનના નાનામોટા,