________________ અવનતિની મીમાંસા શાસ્ત્ર હતું ત્યાં જ રહ્યું, અને તેને તે જ કક્કો પછીના શાસકારોએ ફરી ફરી ઘૂંટયો, એટલું જ નહીં, પણ તેમ કરવામાં પણ તેમણે પ્રગશીલ સાહિત્યને ધ્યાનમાં લીધું નહીં. પરિણામે કારીગરો ફાવી ગયા. સદીઓ વહી ગઈ, પણ સંસ્કૃત નાટકને સ્વભાવચિત્રણને ઢાંચે બદલાય નહીં. સંસ્કૃત નાટકને ઇતિહાસ જોઈએ તે એક બીજી બાબત પણ ધ્યાનમાં ! આવે છે. તે એ કે શાસ્ત્રને વધુ પડતે પ્રભાવ. મૂળભૂત નાટયતનું શાસ્ત્ર બનાવવાનું પહેલું શ્રેય ભરતને ભાગે જાય છે. ભારત એ નાટકને આધાર કહી. શકાય. તેણે શાસ્ત્ર તૈયાર કર્યું, અને નાટયનિર્મિતિને માર્ગ નાટકકારે માટે ખુલ્લો કરી આપો, પરંતુ જે સાહિત્ય અને કલાવિષયક અથવા સામાજિક ઔચિત્યની રૂઢિઓ તે દ્વારા અસ્તિત્વમાં આવી તેનું ઉગમસ્થાન ભરત હેવાને લીધે તેનું ચોક્કસાઈભર્યું પાલન કરવું અપરિહાર્ય ગણ્યું, અને અપ્રત્યક્ષ રીતે ભરતે નિમેલું શાસ્ત્ર જ આગળની પ્રગતિ માટે અથવા નવા વિકાસ માટે ખલેલરૂપ બન્યું. શાસ્ત્રોના આદર અને પરંપરાના પ્રેમને લીધે મૌલિકતા હણાઈ. રૂઢિઓની મર્યાદા તેડી કલાનું નવીન તંત્ર નિમી શકે એવો કલાકાર કેઈક જ અવતરે છે, બાકી ઘણાખરા લેખકે એવા પ્રતિભાશાળી કલાકારની પાછળ સૈનિકની માફક એકઠા થતા હોય છે એ ખરું, પરંતુ આ સૈનિકેમાંથી ન સેનાપતિ તૈયાર થવાની જે શકયતા હતી, તે પણ પરંપરાગત રૂઢિઓના પ્રભાવ હેઠળ દબાઈ ગઈ. નાટકનું સુખાન્ત અને દુઃખાન્ત જેવું વગીકરણ સંસ્કૃત નાટકોની બાબતમાં કદાપિ થયું નથી. દુદખાન્ત નાટકને તે સંસ્કૃત રંગભૂમિ ઉપર કેઈ સ્થાન હતું જ નહીં. આ નિયમને લીધે જેમ નાટયલેખનની બાબતમાં એક મર્યાદા ઊભી થઈ, તે પ્રમાણે વિનેદનું વ્યાપક ક્ષેત્ર પણ તેને લીધે સંકેચાયું. ભરતે દશરૂ૫કોમાં પ્રકરણ, પ્રહસન, ડિમ, ભાણ, વગેરે નાયબંધોને સમાવેશ કર્યો, પણ નાટક જેવા નાટયપ્રકારને જે શિષ્ટમાન્યતા મળી તે બીજા નાટય પ્રકારોને મળી શકી નહીં. લગભગ બધા લેખકેનું વલણું નાટક અથવા નાટિકા લખવા તરફ હતું. પરંતુ આ બે નાટયપ્રકારનું સ્વરૂપ સાહિત્યસંકેત દ્વારા એટલું નિશ્ચિત થયું હતું કે તેમાં નવીન પ્રયોગે કરી વિનોદ માટે નો માર્ગ ખુલ્લે કરી આપવા ઝાઝી તક રહી નહી. કાલિદાસ અને શદ્રક જેવા નાટકકારોએ વિવેદી પાત્રના જે નવીન નમૂનાઓ તૈયાર કર્યા તે નિશ્ચિત રૂઢિઓ બહારના હોવાને લીધે ઈતર લેખકેએ તેમનું અનુકરણ કરવાને બદલે પરંપરાગત નક્કી થયેલ રૂઢિઓના ચોકઠામાં જ પિતાને વિશ્વાસ પ્રદર્શિત કર્યો. જે સામાજિક હેતુ સાથે વિદૂષક