________________ હળવા ગંભીર પ્રસંગેને સૂક્ષ્મ અને મર્મભેદક ઉપહાસ કરી શકે. વિનોદની રચના. આ ખ્યાલ સાથે થાય તે વિનદી પાત્રને સહેજે ભવ્યતા પ્રાપ્ત થઈ શકે. , સંસ્કૃત નાટકોના ઈતિહાસમાં એવું પાત્ર નિર્માણ ન થઈ શકયું એ બદલ સાહિત્યપ્રેમી રસિકને દુઃખ થયા વિના રહે નહીં. સંસ્કૃત સાહિત્યમાં વિનોદી પાત્રની ઉજજવલ પરંપરા નિર્માણ ન થઈ શકી, સ્વભાવરેખન અને સામાજિક રીતરિવાજના ઉપહાસ ઉપર આધારિત નાટકે નિર્માણ ન થઈ શક્યા એ આપણું દુર્ભાગ્ય છે. પરંતુ સંસ્કૃત નાટયસાહિત્ય વિશે સમગ્ર રીતે વિચારતાં, કેટલાક પ્રતિભાવંતે એ જે જીવંત પાત્રો ચિતર્યા છે, તેમને વીસરી શકાય નહીં. પિતાના મસ્કરા અને મસ્તીખોર સ્વભાવમાં પક જે, સ્નેહને લીધે મૈત્રેયની માફક નાયક માટે દુઃખી થનાર સંતુષ્ટ, પતે હાસ્ય વિષય હોવા છતાં, જેના પરિહાસમાંથી કઈ છટકયું નથી, બાધ હોવા છતાં જેના અવલોકનમાં તીણુતા છે, અંધારાને પણ ગભરાય એવો બીકણ હોવા છતાં ચારુદત્ત ઉપર અકારણ અન્યાય થતાં દુષ્ટોનું નિર્દલન. કરવા લાકડી લઈ દેટ મૂકનાર મૈત્રેય, અને જેની વિસંગતિનું કઈ માપ નથી પણ વિદૂષકી વેશ ચડાવી નાયક સાથે બધાને છેતરી જનાર ગૌતમ જેવા વિદૂષકે આપણે વીસરી શકીએ નહીં. સંસ્કૃત સાહિત્ય અભિમાન માણી શકે એવાં એ પાત્ર છે. વિદૂષકને ઢાએ બની તેમાંનું રૌતન્ય નાશ પામ્યા પછી પણ સંસ્કૃત રંગભૂમિ ઉપર વિદૂષક તેમને તેમ અટવાતે રહ્યો. લેકે આ રૂઢ પાત્રને વીસરી શક્યા નહીં. તેનું શ્રેય આ અજોડ વિદૂષકને અને તેમના નિર્માતાઓને જ આપવું જોઈએ એમાં શંકા નથી. 1 જુઓઃ જાગીરદાર, ડ્રામા ઈન સંસ્કૃત લિટરેચર', પા. ૭૦-છા. 2 જુઓ : જેમ્સ ફબલમેન, ઇન પેઈઝ એફ કામેડી. પા. 28,31. 3 જુઓ : જજ ગાર્ડન, શેકસપીરિયન કામેડી', પા. 9 4 જુઓ : લાકેત, “અમે ઍન ગુણાઢય ઍડ ધ બૃહત્કથા' ટી. એ. વોર્ડ કરેલું અંગ્રેજી ભાષાતર, 5, 26,