________________ પ્રકરણ ૧૪મું વિદૂષકની અવનતિ નાટક મુખ્યતઃ કાનુરંજનનું પ્રભાવપૂર્ણ સાધન છે એમ ભરત માનતા હોય, તે પણ કેવળ હાસ્યવિનોદ અને મનોરંજનમાં જ નાટકનું કાર્ય સમાપ્ત થાય છે, એવું તે માનતા નથી. શાસ્ત્રકારોએ વિદૂષકના ગુણોમાં તેની વ્યાવહારિક ચતુરાઇને સમાવેશ કર્યો છે, અને ભરતે પણ તેના ભેદ વર્ણવતી વખતે, તે નાયકને અનુરૂપ સહચર બની શકે એવી વિશિષ્ટ ભૂમિકા તેને નાટકમાં સોંપી છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે ભરત હાસ્યને એક સ્વતંત્ર રસ માને છે. તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભારતની હાસ્ય વિશેની કલ્પના કેવળ શારીરિક વ્યંગ અથવા અન્ય બાહ્ય મામૂલી તો ઉપર આધારિત નથી. નાટકમાં કોઈ ને કોઈ સામાજિક આશય હોવો જોઈએ એ મહત્વના મુદ્દા વિશે એમણે પહેલેથી જ વિચાર કર્યો હતે. ભરતે બતાવેલા હાસ્યના અને વિદૂષકના પ્રકારો પિતાના નાટકોમાં વર્ણવી નાટકકારોએ તેના નિયમનું પાલન કર્યું હોય, તો પણ તેમણે પિતાનું કલાવિષયક સ્વાતંત્ર્ય ગુમાવ્યું નથી. શાસ્ત્રીય નિયામાં ગૂંચવાઈ ન રહેતા માનસિક અને સામાજિક વિનોદનું પરિણત સ્વરૂપ તેમણે પોતાના નાટકમાં ચિતર્યું છે. એમ આપણે કહી શકીએ. આ સંદર્ભમાં ભરતે વર્ણવેલા વિદૂષકના પ્રકારે જોતાં, તેઓ વિશિષ્ટ સાહિત્યિક અને સામાજિક રૂઢિઓ ઉપર આધારિત હોય એવું આપણને લાગે છે. નાટકમાં નાયકના આદર્શો નક્કી થયા પછી, વિદૂષક પણ તદનુરૂપ હે. જોઈએ એ કલ્પના રૂઢ થઈ, અને વિવિધ પ્રકારના વિદૂષકે–તા પસ, રાજજીવી, કિજ અને શિષ્ય–અસ્તિત્વ પામ્યા. અર્થાત વિદૂષકના આ પ્રમાણે વિવિધ પ્રકાર ઉપલબ્ધ હોય, તે પણ એ બધામાં વિદી પાત્ર તરીકે કઈ મૂળભૂત સમાન તત્વ આપણને જણાય છે. એ તત્વને અનુસરી પાશ્ચાત્ય વિવેચકેએ પણ વિનદી પાત્રના વિવિધ પ્રકારો નકકી કરવાના પ્રયત્ન કર્યા છે. દા. ત. પ્રાચીન ગ્રીક નાટકને અનુલક્ષીને એરિસ્ટોટલે વિનોદી પાત્રના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (1) બફન–આમાં મૂખ વિદૂષકનું ચિત્રણ કરવામાં આવે છે. (2) એરેનઆમાં વિનોદી પાત્ર ઉપરથી મૂરખ હોય એવું લાગે તો પણ તે અંદરથી ચાલાક