________________ વિદૂષની અવનતિ દેશી નાટકેએ પણ પરંપરાગત વિદૂષકને સાચવ્યો છે; પણ ગ્રીક નાટકો પ્રમાણે, તે તેમાં નાટનિવેદનનું કામ કરતા જણાય છે. જૂની પરંપરાના નાટકેમાં, શરૂઆતમાં વિદૂષક અને સૂત્રધારને સંવાદ જોવા મળે છે. સંસ્કૃત નાટકમાં પણ, પહેલાં, પૂર્વ રંગના ત્રિગત નામના અંગમાં વિદૂષક આવતે એ આપણે જોયું છે. કેરળ રંગભૂમિ ઉપર વિદૂષક પોતે જ સૂત્રધારનું કામ કરે છે. નાટકને પરિચય કરી આપવો, બીજા પાત્રોએ ગાયેલા લૈકાની દેશી ભાષામાં સમજૂતી આપવી, અને તેના ઉપર વિદી ભાષ્ય કરવું એ તેનું કામ છે. ઉપર બતાવ્યા પ્રમાણે, અભિજાત નાટકમાં જ, આપણે વિદૂષકની અવનતિનાં બીજ જોઈએ છીએ. એ દષ્ટિએ, વિદૂષકને ઈતિહાસ ખરી રીતે તે તેની અવનતિને જ ઈતિહાસ છે, એમ આપણે કહી શકીએ. અર્થાત વિનોદી પાત્ર તરીકે વિદૂષકને હાર થયો હોય, તે પણ તે દ્વારા નિર્માણ થયેલા વિનોદ ઉપર તેની અસર થયેલી જણાતી નથી, એ આપણે માટે સંતોષદાયક કહેવાય. પ્રહસન જેવા નાટ્યપ્રકારોમાં નવા વિનદી પાત્રો પ્રવેશ્યાં, અને વિવેદનો ઝરે અખંડ વહેતે રહ્યો. આપણું આધુનિક દેશી નાટકે સંસ્કૃત નાટકને વારસામાં અવતર્યા, અને શેકસપીયર તથા મૈલિયર જેવા પાશ્ચાત્ય નાટકકારોના પ્રભાવ હેઠળ વૃદ્ધિ પાગ્યાં. દેશી નાટકકારોએ સામાજિક જીવનમાંથી તેમનાં વિદી પાત્રનું નિર્માણ કર્યું. સ્વભાવનિષ્ઠ વિનેદ, ઉપરાંત સામાજિક રીતરિવાજો અને નૈતિક ગુણદોષોના ઉપહાસનું વિસ્તૃત ક્ષેત્ર પિતાના વિવેદી પાત્રો માટે તેમણે નિમણ કર્યું. વિદૂષક ગયે પણ વિદ ચાલુ રહ્યો. વિદૂષક આથમ્યો, પણ વિનેદની સભા ચમકતી રહી. ટિપ્પણ 1 જુઓ : એફ. એમ. કોર્નફડી, ધ ઓરિજિન ઓફ ઐટિક કોમેડી પા. 13-14. 2 જુઓ: જોજ ગેડન, શેકસપીરીયન મેડી” પા. There are essentials two types of fools : One, balf wit, half natural; the other, part fool, part koave.' 3 નાટ્યશાસ્ત્ર, ગાયકવાડ, 6.58-59. પ્રકરણ ૧૨મું જુઓ પાદટીપ 6. 4 ભાસના “અવિમારકમાં (અંક 2) સંતુષ્ટ નમેલી તેમજ સુબ્બાસી એ છે શબ્દો વાપરે છે, જ્યારે રાજશેખરનો કપિંજલ “કર્ષ મંજરી'માં (અંક 1) ચાર दुहिते भविष्यत्कुट्टिनि निर्लक्षणे, दास्याः पुत्रि टेण्टाकराले कोशशतचधिनि रथ्यालुठिनि' વગેરે ગાળાની માળા જ ગૂંથે છે. તે જ પ્રમાણે ચારાયણું (વિદ્ધશાલભંજિક, અંક 2) વાચઃ હુંહિતે નિ ઝરિન ઇટાળિ સંપત્તિ વિષમરિ...” વગેરે ગાળે આપે છે.