________________ વિાષકની અવનતિ આમ વિદૂષકનું સ્વરૂપ બદલાતું હતું અભિજાત વિનદી પાત્રમાંથી એક ધંધાધારી વિદૂષકમાં તેનું સંક્રમણ થતું હતું. નાટકમાં તેનું ચિત્રણ વધુ રૂઢ અને બીબાંઢાળ બનતું હતું. ઉત્તરકાલીન નાટકમાં તે વિશે સ્પષ્ટ ઉલ્લેખ જણાય છે. મહાદેવ કવિના “અદ્ભુત દર્પણમાં રેમન્થક નામનો નટ વિદૂષકનું કામ કરે છે. * કમંજરી'માં કપિંજલ પિતાને વિદૂષકનું કામ કરવું પડે માટે ચિડાય છે. બ્રાહ્મણ અને દાસીને એકસરખાં ગણવામાં આવે, દારૂ અને પંચગવ્યને એક પ્યાલામાં ભરવામાં આવે, અથવા કાચને મણી સાથે ગુંથવામાં આવે એવા આ અંત:પુરની રીતને તેને કંટાળો આવ્યો છે. રાજકુળનો આ નોકરીનું રાજીનામું આપી ઘેર આરામ કરવો અને રાજાની સેવા કરવા કરતાં બેરીના પગ ચાંપવા પોતાને વધુ પસંદ છે, એમ તે દુઃખથી કહે છે. અર્થાત્ વિદૂષક જ્યારે રાજમહેલને છેલ્લી સલામ ભરે છે, ત્યારે તેના સિવાય પિતાનું મનોરંજન કેમ થશે તેની રાણીને ચિંતા થાય છે, અને તે તેને પાછો બોલાવે છે. ત્યારે વિદૂષક કહે છે એ ન બને. હું પાછો ના આવું ! બીજો કોઈ શોધી લે નહીં તે, આ દુષ્ટ દાસીને જ દાઢી ઍટાડો, સુંપડાં જેવાં કાન લગાડે, અને નીમો એને મારે બદલે....... તમારી બધાની વચમાં હું જ ખલાસ થયો છું. પ્રભુ તમને સે વરસ જીવાડે ! વિદૂષકના આ ઉદ્દગારો હાસ્યકારક હોય તે પણ તેમાં કટુ સત્ય રહેલું જણાય છે. તે દ્વારા આપણને તત્કાલીન વસ્તુસ્થિતિને ખ્યાલ આવે છે. અભિજાત નાટકેમાં રાજા અને વિદૂષકની આદર્શ મૈત્રી બતાવવામાં આવી છે. કેટલાંક ઉત્તરકાલીન નાટકમાં તેમના સંબંધે કેવળ રૂઢ જ નહીં, પણ શિષ્ટાચાર પૂરતા જ હોય એવું જણાય છે. કૌમુદી મહોત્સવમાં વિદૂષક રાજાને માલિક-મિત્ર” (માર્ચ) કહે છે. અને કપિંજલે સામાજિક વ્યવહારને ગ્ય એવા દેવ’ શબ્દથી રાજાને સંબોધે છે. 33 સેવક અને સરકારના સંબંધ શોભાવનારી વિદૂષકરાજાની આવી વાણું અભિજાત નાટકમાં જોવા મળતી નથી. રાજશેખરના નાટક ઉપરથી વિદૂષક એક બરવાળા ગૃહસ્થ હેઈ પિતાની ઉ૫જીવિકા માટે તેણે વિદુષકને ધધો સ્વીકાર્યો હોય એમ લાગે છે, “પાપી પેટ’ માટે તેને રાજમહેલમાં અનેક અપમાનાસ્પદ પ્રસંગે સાંખવા પડે છે. નાટકમાં વિદુષકે જે આ પ્રમાણેની હૃદયવરાળ ન ઠાલવી હોત, તે આપણે તેને વિનેદને એક ભાગ જ સમજ્યા હેત; એટલું જ નહીં પણ વિદૂષકના ખરા સ્વભાવ અને ધંધાદારી જીવનમાં વિરોધ એમ જ પરદા પાછળ રહી જાત. પણ વિવેદી પાત્રના સામાજિક જીવનમાં જ એવો તીવ્ર વિરોધ પ્રવેશ્યા હો, કે એનું ચિત્રણ 12