________________ 176 વિદૂષક વિદૂષક નાટયનિવેદનનું કામ કરતે.૨૦ સ્થળકાળનું વર્ણન કરતી વખતે તે કાવ્યમય, અલંકારપ્રચુર અને પ્રગ૯ભ ભાષા વાપરતા, પરંતુ એવી ભાષાને ઉપગ મર્યાદિત અને પ્રસંગોપાત્ત જણાત. વિદૂષકની મૂળ ભાષા સાદી અને સરળ હતી. અભિજાત નાટકમાં પાળવામાં આવેલ આ નિયમ ઉત્તરકાલીન નાટકકારો જાળવી શક્યા નહીં. બિલ્ડણ, રાજશેખર તથા મહાદેવ જેવા નાટકકારોએ વિદૂષકના મુખમાં પ્રગ૯ભ વાણી વાપરી છે. આ પ્રકારની કૃત્રિમ ભાષા વિનેદને પોષક કેમ થઈ શકે ? * * * * * ખરી રીતે મૂર્ખતા અથવા ડહાપણુ જેવા વિસંગત ગુણે વિદૂષકના સ્વભાવચિત્રણમાં સમરસ થઈ જવા જોઈએ. તેઓ સ્વતંત્ર અથવા વિસંગત ન રહે એ વિશે નાટકકારેએ કાળજી લેવી જોઈએ. રાજશેખરના નામાં, તથા બીજા પ્રાકૃત સટ્ટામાં 21 વિદૂષકની વિભિન્ન વિશેષતાઓમાંને વિરોધ તણે બને છે. તેથી તેનું સ્વરૂપ વિનોદી વિસંગતિ માટે જોઈએ તેવું રહેતું નથી. રાજશેખરની કપૂરમંજરી'માં અને રુદ્રદાસની ચન્દ્રલેખામાં વિદૂષક અને દાસી વચ્ચે એક બીજની કવિત્વશક્તિ વિશે હરિફાઈ થાય છે. એ પ્રસંગે વિદૂષક હાસ્યકારક વર્ણન કરે,૨૨ તે પણ અન્ય પ્રસંગે વિદૂષકનું કવિત્વ અને તેની અવલોકન શતિ જોતાં આપણને તેની કવનશક્તિને ખ્યાલ આવે છે. અને પછી મૂર્ખતાનું પ્રદર્શન કરવું એ તેને ધંધે હોય એવું લાગે છે. પ્રસ્તુત સટ્ટકમાં વિદૂષક પિતાના જ્ઞાનની–એટલે કે અજ્ઞાનની લંબી-મોટી વાત કરે છે. 23 તેમાં હાસ્ય હેય તે પણ નાટકમાં તેના અજ્ઞાન કરતાં જ્ઞાનનું જ પ્રદર્શન વધુ થાય છે. અને પછી, તેનું બોલવું એ એક નાટકી બબડાટ હોય એવું લાગ્યા વિના રહેતું નથી.. અદ્દભુતદર્પણ'માંને વિદૂષક મહેદર રાવણ સાથે રાજકારણ વિશેની તર્કપ્રચુર ચર્ચા કરે છે. 24 “ચંદ્રલેખા'ના ચકેરને કાવ્યવિષયે યમકાલંકાર, સ્ત્રગ્ધરા વૃત્ત, વગેરેનું ઉચિત જ્ઞાન હોય છે.૨૫ રાજશેખરને ચારાયણ ગંધર્વવિદ્યામાં નિષ્ણાત છે. ધર્મશાસ્ત્રના અવતરણે તે કોઈ પણ ભૂલ વિના ખરાં ટાંકી શકે છે. 27 કપૂરમંજરી'માં કપિંજલ રાજાને સૂત્રકાર અને પોતાને વૃત્તિકાર તરીકે ઓળખાવે છે, તેમજ રાજાએ કરેલું વર્ણન વિસ્તારપૂર્વક સમજાવી આપે છે.૨૮ આ પ્રકારનું પાંડિત્ય હેવું એ વિદૂષકને ધર્મ નથી. ખરી રીતે, એ વિટની વિશેષતાઓ છે. “કર્ણસુંદરી'માં રાણી વિદૂષકને “બ્રાહ્મણ વિટ' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી, ઉત્તરકાલીન નાટકમાં વિદૂષકનું અધિષ્ઠાન કેવી રીતે બદલાયું હતું તે જણાશે. આ ફેરફારને લીધે વિદૂષકના સ્વભાવમાં રહેલે વિનોદના મૂળને પાયો ભાંગી પડ્યા.