________________ વિાષકની અવનતિ 175 પ્રવેશ મેળવી આપવાનું આશ્વાસન આપે છે. અલબત્ત, રાજા ઉપર આ વાચાળ વિદૂષકની કોઈ અસર થતી નથી. તે કહે છે કે “અસંબદ્ધ વ્યવહાર કે વચન આવા લેકેને અલંકાર હોય છે. આ નાટકને વિદૂષક શૌર” (ખાઉધરો) છે, તેને લાડવા ખૂબ જ ભાવે છે. જ્યારે તેને બ્રાહ્મણોના વનભોજનના સમાચાર મળે છે, ત્યારે રાજાને બાજુએ મૂકી તે પહેલાં તે તરફ જાય છે. પ્રેમપૂર્તિમાં તે અપ્રત્યક્ષ મદદ કરે છે. નાયકને નાયિકાનું ચિત્ર દેરવા પ્રોત્સાહન આપે છે. પછી ચિત્રફલક નાયિકાના હાથમાં જાય તે માટેની ગોઠવણ કરે છે. નાયકને -નાયિકાના સૌંદર્ય વિશે પૂછતી વખતે તે પિતાની (કુરૂ૫) બ્રાહ્મણને ઉલ્લેખ કરી, અપ્રત્યક્ષપણે પોતાની કુરૂપતા સૂચવે છે. 8 આ વર્ણન ઉપરથી આ નાટકમાં વિદૂષક નાયકના સહચર તરીકેનું પરંપરાગત સ્થાન પામ્યો હોય, તેમજ -તે દ્વારા નાટકકારે વિદાકનું બીબાંઢાળ પાત્ર સર્યું હોય એ વિશે શંકા રહેતી નથી. વિષકનો વિનેદ તેમાં જણાતી પરસ્પરવિરુદ્ધ વિશેષતાઓ ઉપર આધારિત છે. તેને વેશ બાઘો હોય, તે પણ તે તેની કલામાં નિષ્ણાત હોય છે. હોંશિયારી અને મુખતા જેવી પરસ્પરવિરુદ્ધ વિશેષતાઓમાંથી તેને વિનોદ જન્મ છે. નાટકકારોએ એમાંને વિરોધ સ્પષ્ટ કરી વિનેદને ઉઠાવ આપો જોઈએ. તે માટે રચવામાં આવતાં પ્રસંગે કથા સાથે મેગ્ય રીતે સંકળાયેલાં હોવા જોઈએ. આમ સંબદ્ધ પ્રસંગોમાંથી જે વિદૂષકના માર્મિક અવકને અને ઉદ્દગારો ફૂરે તે જ કોઈપણ પ્રસંગ અથવા વસ્તુને વિનેદબુદ્ધિથી કેવી રીતે જોઈ શકાય તેને આપણને ખ્યાલ આવે. વિદૂષક જે પિતાની ઈચ્છા મુજબ ડહાપણભર્યું અથવા મૂર્ખાઇભર્યું બેલે તે તે બંનેમાંને વિરોધ વિનેદને પિષક થશે નહીં, અને એવા પાત્રનું ચિત્રણ વિગત અને ખામીભર્યું લેખાશે. વિદૂષકને મૂળ સ્વભાવ જુદે છે. તે જાણી જોઈને વિદૂષકીય બેલ બોલે છે. એવું આપણને લાગશે. એવા વિદૂષકમાં આપણને કેાઈ અભિજાત વિનદી પાત્ર કરતાં એકાધ ખુશમસ્કરાના દર્શન થાય. ઉત્તરકાલીન નાટકમાં વિદૂષકનું ચિત્રણ અભિજાત વિનદી પાત્ર તરીકે થવાને બદલે, ધંધાદારી ખુશમસ્કરા જેવું થવા લાગ્યું હતું. બિહણને વિદૂષક અને રાજશેખરને ચારાયણ ઉત્તમ સંસ્કૃત બોલી શકે છે. 18 તેઓ સુશિક્ષિત શિષ્ટ માણસોની ભાષા જાણે છે. છતાં તેઓ મુખતાને ઢગ કરે છે. પહેલાને વિદુષક પિતાની વિદ્વત્તા બતાવવા પ્રયત્ન કરતે, અને તેમાંથી વિનેદ નિર્માણ થતો. પછીના વિદૂષકે ખરેખર વિદ્વાન હોવા છતાં મૂર્ખતાનું નાટક કરતી હોય એમ લાગે છે. તેથી, તેમાંનું ખરું વિનાદનું તવ મા જાય છે. સંસ્કૃત નાટકમાં