________________ વિદૂષકની અવનતિ 176. કટિકમાં શર્વિલક તરુણ છે. તે વસંતસેનાની દાસી મદનિકાને ચાહે છે. તેને ગુલામગીરીમાંથી છોડાવવા તે લૂટફાટ કરી પૈસા મેળવે છે. આમ, તેની એક સ્વતંત્ર પ્રેમકથા નાટકમાં વર્ણવવામાં આવી છે. ટૂંકમાં, મુખ્ય કથા જોડે સ્વતંત્ર ઉપકથી નિમી તેમાં નાટકકારો શૃંગાર વર્ણવી શકે, પણ વિદૂષકની બાબતમાં તેમ થયું નથી કારણકે નાયકને પ્રેમમાં મદદ કરવી, અને લેકોને હસાવવા એ બે જ કામ વિદૂષકને સોંપવામાં આવ્યા છે. રાજાને મિત્ર શોભે તે માટે તેને જાણી જોઈને બ્રાહ્મણ બનાવવામાં આવ્યો છે. અને હાસ્ય માટે તેની સાથે શારીરિક વિકૃતિ વળગાડવામાં આવી છે. આ વસ્તુ ધ્યાનમાં લઈએ તે વિદૂષકને રાજાના એક સહાયક તરીકે પ્રેમપ્રકરણમાં આડકતરો સંબંધ આવે છે એ સ્પષ્ટ થશે. શૃંગારિક ઉપથાને નાયક વિદૂષક થઈ શકયો નથી. તે ભૂમિકા ફક્ત વિટ અને પીઠમઈ માટે જ શકય હતી. કપૂરમંજરીમાં વિદૂષક કહે છે, “અમારા જેવાઓને ન હોય મદનસંતાપ, કે ન હોય તડકાને તાપ.”૧૦ વિદૂષકના આ ઉદ્ગાર સૂચક છે. શૃંગાર કથામાં વિદૂષકની મર્યાદા તે દ્વારા સ્પષ્ટ થાય છે. “સમય જતાં વિદૂષકનું ચિત્રણ વિનદી પાત્ર તરીકે ન થતાં પતાકાનાયક તરીકે થવા લાગ્યું' એવો એક મત મૂકવામાં આવે છે, અને તેના ઉદાહરણ માટે “વિશાલભંજિકાના ચારાયણનો દાખલો આપવામાં આવ્યું છે.૧૧ પરંતુ આ મત બરાબર નથી. સાહિત્યશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે મૂળ કથાને પૂરક એવી ઉપકથાને પતાકા કહેવાય. પતાકા અથવા પતાકાનાયકને કોઈ સ્વતંત્ર ઉદ્દેશ હાઈ શકે નહીં, તેમને પિતાની કઈ ફલપ્રાપ્તિ હોતો નથી. તેઓ મૂળ કથાને પૂરક હોય છે. વિશ્વનાથે પતાકાના ઉદાહરણ તરીકે “શાકુંતલ'ના “વિદૂષકચરિત'ને ઉલ્લેખ કર્યો છે 12 વિશ્વનાથે આપેલે દાખલે તપાસવા જેવો છે. બીજા, પાંચમા અને છઠ્ઠા અંકમાં–ત્રણે ઠેકાણે વિદૂષકની ઉપસ્થિતિ અથવા અનુપસ્થિતિ મહત્ત્વપૂર્ણ બની છે. તે દ્વારા વિશિષ્ટ નાટચહેતુ સધાય છે. તે દ્વારા દુષ્યન્ત-શકુંતલાની પ્રેમકથા આગળ વધે છે. 13 રાજશેખરે પિતાની નાટિકામાં ચિતરેલા બંને પ્રસંગે. તપાસતાં, તેમને આ અર્થમાં ભાગ્યે જ પતાકા કહી શકાય. આ પ્રસંગે કેવળ. વિદ માટે રચવામાં આવ્યા છે. પહેલા પ્રસંગમાં વિદૂષકનું મશ્કરીજનક લગ્ન કરવામાં આવે છે. બીજા પ્રસંગમાં વિદૂષક એ મશ્કરીનું વેર લે છે. આ બંને પ્રસંગોને મૂળકથા સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત અહીં આપણે વિદૂષકને પતાકાનાયક કેમ કહી શકીએ ? કારણ કે, વિનોદ ખાતર પણ તે કાઈના પ્રેમમાં ફસાયેલે, અથવા કોઈની પાછળ પડેલો' બતાવવામાં આવ્યો નથી. તેના લગ્નને. પ્રસંગ ફક્ત તેને બનાવવા માટે જ યોજવામાં આવ્યો છે. નાગાનન્દ'માં એક.