________________ વિપકની અવનતિ 17e કરેલી મશ્કરીનું વેર વાળે છે. આમ, ઘણું પ્રસંગમાં વિદૂષક દાસીને હરાવે, તે. પણ તે દ્વારા તેના વિનેદને નવી દિશા પ્રાપ્ત થઈ હોય, એવું લાગતું નથી.. એમાં આપણને વિદૂષકની ચાલાકી જણાય છે. રાજશેખરે વર્ણવેલા પ્રસગમાં તો. વિદૂષકની વેર લેવાની વૃત્તિ અને કુટિલતા જણાય છે. અર્થાત એ પ્રસંગમાં પણ. પહેલાં દાસી તેને છેતરે છે. ઉપરાંત, અહીં વિદૂષક કરેલી દાસીની મશ્કરી ગ્રામ્ય અને અસભ્ય છે. એમાંથી કદાચ હાસ્ય નિર્માણ થતું હોય, તે પણ “માલવિકાગ્નિમિત્ર'માં ગૌતમ જે રીતે સર્પદંશનું નાટક કરી ધારિણીને છેતરે છે, અને એમાં પણ આપણને જે નિરાગસ વિનોદનું દર્શન થાય છે, તે સાથે, પ્રસ્તુત પ્રસંગની સંસ્કૃત નાટકકારોએ દાસી અને વિદૂષકના પ્રસંગે ચીતરતી વખતે તેમાં શૃંગારને સ્થાન આપ્યું નથી. અશ્વઘોષના નાટકમાં ગણિકા અને વિદૂષકને ઝગડે. વર્ણવવામાં આવ્યો છે. પછીના નાટકમાં ગણિકાનું સ્થાન દાસી લે છે. આ ઝગડામાં ગાળાની થોડી આપલે થાય, તે પણ વિદૂષકના મુખમાં હંમેશના સાચા પુત્ર અથવા દુષ્ટટિ જેવા કેવળ રૂઢ શબ્દો જ આવે છે. રાજશેખરને વિદૂષક “અસ્સલ” ગાળાને ઉપયોગ કરે છે. એ દષ્ટિએ રાજશેખરે ભાસ વગેરે નાટકકારોને બાજુએ મૂકી દીધાં છે.૪ અર્થાત્ કલાની દૃષ્ટિએ, ગાળાના પ્રયોગ, દ્વારા વિનેદ નિર્માય તે પણ એ પ્રકારનો વિનોદ હલકે કહેવાય. તે વિકસિત સંસ્કૃતિ સાથે સુસંગત નથી. અભિજાત સંસ્કૃત નાટકમાં વિદૂષકના મુખમાં વિશિષ્ટ શબ્દો સિવાય બીજા શબ્દો મૂકવામાં ન આવ્યાં હેય, તો પણ શબ્દના. પ્રયોગમાંથી વિનોદ નિર્માણ કરવાને બદલે મૂળ પ્રસંગમાંથી વિદ નિર્માણ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ગાળા દ્વારા નિર્માણ થતાં વિનેદ સાથે ઔચિત્યને સવાલ. પણ સંકળાયેલું છે. વિદૂષક અને દાસીમાં બોલાચાલી થાય, અને કદાચ એ છો. વત્તો શબ્દ બોલાઈ જાય, તે પણ એવા પ્રસંગે નીચ પાત્રો પૂરતાં જ મર્યાદિત . રાખવાની કાળજી અભિજાત નાટકમાં લેવામાં આવી છે. ગ્રામ્ય અને અશ્લીલ શબ્દોને ઉપયોગ વિનોદ ખાતર થાય તો પણ હરકત નથી એમ ભરતે કહ્યું છે, પણ એને એ નિયમ અમાત્ય અને વણિક માટે જ છે. રાજા નાયક હેય. એવા નાટકમાં અમુક એક શિષ્ટાચાર અથવા ઔચિત્યની મર્યાદા પાળવી સામાજિક સભ્યતાની દષ્ટિએ આવશ્યક છે તેથી, અભિનેવે કહ્યું છે કે, રાજા (અથવા. મહાન) નાયકની ઉપસ્થિતિમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અભિજાત નાટકોમાં એવું ઔચિત્ય જાળવી રાખવામાં આવ્યું છે. માત્ર રાજશેખરને વિદુષક રાજાની હાજરીમાં પણ પેટ ભરી” ગાળ આપે છે. રાજશેખરે વિનોદને