________________ કરવું રાજશેખર જેવા નાટકકારે માટે આવશ્યક હતું. ટૂંકમાં વિદૂષકની ભૂમિકાને ધંધાધારી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું–થતું હતું. તેમાંની મૌલિકતા નાશ પામી હતી. વિદૂષકના બીબાંઢાળ ચિત્રણને લીધે તેને વિનોદ વાસી બન્યા હતા. તેની મૂર્ખતા અને હોંશિયારી વરચેની વિસંગતિ વિનદાનુકૂલ ન રહી શકી. તે બંને બે વિભાગમાં વહેંચાઈ ગયાં. તેથી એ વિસંગતિ કલાત્મક વિસંગતિ ન રહેતાં, તે દ્વારા વિનદી પાત્રરેખનને મૂળ પાયો ઢીલો પડશે. વિદૂષકે વિનેદ ખાતર બાઘુ રૂપ સ્વીકાર્યું હતું. મૂર્ખ જેવો બબડાટ અથવા વ્યવહાર કરવો એ તેનો ધંધો થઈ પડે હતું, એ હકીકતનું સ્પષ્ટ સૂચન આપણને આ ઉત્તરકાલીન નાટકમાં જોવા મળે છે. વિદૂષક શરીર ઉપર હાસ્યકારક ડગલે ચઢાવે, અને દિમાગમાં ડહાપણુ રાખે, એ વિનોદ ખાતર માની લઈએ, તે પણ તેને હાસ્યકારક પિલાક તેના ધંધા માટે ગણવેશ હોવાનું સ્પષ્ટ થાય એ જ અભિાત વિનોદ નાશ પામ્યાની નિશાની છે. વિદૂષકનું પાત્ર વિકસનશીલ અવસ્થામાં જ રુપાઈ ગયું હોય એમ લાગે છે. કાલિદાસ વિદૂષકને રંગભૂમિ ઉપરથી કાઢી મૂકે છે, અને ઈન્દ્રસારથિ પાસે માર ખવડાવે છે, એ પ્રસંગમાં ખરી રીતે, વિદૂષક સંસ્કૃતિ રંગભૂમિ ઉપર ખલાસ થયાનું લાક્ષણિક વર્ણન જ જાણે તે કરતો હોય એમ લાગે છે. ફજેતી થવાને કારણે કાળા પડેલા વિદૂષકના મુખને જ્યારે હર્ષ દાસી પાસેથી વધુ કાળા રંગ ચેપડાવે, ત્યારે નાટકકાર વિનદી પાત્રના ગંભીર ભવિષ્યની જાણે સુચના જ આપતું હોય એમ લાગે છે. અને જ્યારે રાજશેખર વિષકને નોકરીનું રાજીનામું આપી, દાસીને પિતાની જગ્યાએ નિમવાનું કહી જતે બતાવે, ત્યારે કલાની દષ્ટિએ વિદૂષકના અવનત જીવન ઉપર છેલે પડદે પડયો હોય એવું આપણને લાગે છે ! પછીના સંસ્કૃત નાટકમાં અથવા પ્રાકૃત સહકમાં વિદૂષકનું પાત્ર ચિતરવામાં આવ્યું હોય, તે પણ તેમાં તેના વિકાસ માટે કેઈ નો માર્ગ ખુલ્યો નથી. તેના પુનરુજજીવન માટે તેમાં કઈ યત્ન નથી. સાતત્યને આપણે ભાગ્યે જ વિકાસ કહી શકીએ. ઘણી વખત તે એવું સાતત્ય અવનતિ અને વિનાશને જોડતી કડીનું કામ કરે છે. તે જ પ્રમાણે, આ નાટકેમાં પણ વિદૂષક જણ હેય તે તે કેવળ રૂઢિ ખાતર ! રાજશેખરના નાટકમાં એક પ્રસંગે દાસી કહે છે, “રૂઢિનું તે ખંડન કેમ થાય ?34 રુદ્રદાસના ચંદ્રલેખા’માં પણ વિદૂષક કહે છે, “ડાહ્યા. માણસની બુદ્ધિ અંધ પરંપરાને જ અનુસરે છે. 35