________________ : 272 હલકી સપાટી ઉપર કિતાર્યો છે, એટલું જ નહીં પણ ઔચિત્યની મર્યાદાઓ પણ તાડી છે. તે , , , , , ન : જે અંત:પુરમાં વિદૂષક હરે ફરે, તેની મર્યાદાઓ પાળવી તેને માટે આવશ્યક હતી. દરબારી લેવાનું હાજીપણુ, મોટા(અધિકારી)ઓનું સ્પેર વર્તન, રાજમહેલના “પ્રકરણો વગેરેની તે છૂટથી મશ્કરી કરે, તો પણ રાજાના મિત્ર તરીકે તે પોતે કઈપણ “ભાંજગડમાં ન સંડોવાય તેને ખ્યાલ તેને રાખવો પડતો. તેથી વિદૂષકની જીભ સ્વછંદી બને તે પણ વર્તન સ્વછંદી ન બને એ અભિજાત નાટમાંના સામાજિક વાતાવરણની દૃષ્ટિએ આવશ્યક હતું. રાજાના સહાયકના, અંત:પુરમાં મુક્તપણે ફરી શકનાર વિદૂષકને ગુણમાં “વર્તનની શુદ્ધિ એ ગુણ શાસ્ત્રકારે એ ખાસ કહ્યો છે. ઉપરાંત શૃંગારપ્રધાન સુખાત્મ સંસ્કૃત નાટકોમાં નાયકના સહચર તરીકે વિદૂષકની ભૂમિકા પણ લગભગ નિશ્ચિત સ્વરૂપની હોવાને લીધે, શૃંગાર પ્રકરણમાં પણ વિદૂષક માટે મર્યાદાઓનું નિર્માણ થાય છે. સામાજિક સંબંધોના ઔચિત્યની દૃષ્ટિએ વિદૂષકના પ્રેમપ્રકરણે જેમ અયોગ્ય લેખાય, તેમ નાટકમાં સામાન્યતઃ પ્રેમકથા જ મુખ્ય હેવાને લીધે, અને તેને સંબંધ નાટકના નાયક સાથે હોવાને લીધે, વિદૂષકનું ઉપપ્રેમપ્રકરણ નાટકકથામાં બતાવવા માટે કઈ તક રહેતી નથી. એક બ્રાહ્મણ અને રાજાના સહચર ઉપરાંત તે કેઈને પ્રિયકર બન્યું હોય એવું આપણને કોઈ નાટકમાં જણાતું નથી. “અવિમારક'માં દાસી વિદૂષકને પોતાના અલંકાર આપે છે. તે તેને સ્વીકાર કરે છે. તેથી દાસી તેને વસ્ત્રમ તરીકે સંબોધે છે. પરંતુ આ કેવળ વિનોદ છે, અને તેમાંથી તેમના પ્રેમપ્રકરણની કલ્પના કરવી બરાબર નથી. નાયકને એકાંત મળે માટે વિદૂષકને નાયિકાના મહેલમાંથી બહાર કાઢે એ જ તેને હેતુ છે. નાયકના સહાયકેમાં વિદૂષક ઉપરાંત વિટ, ચેટ, તથા પીઠમઈ જેવા પાત્રોની ગણના કરવામાં આવી છે. તે પૈકી ચેટ એક સામાન્ય નેકર હોય છે. વિદૂષક બ્રાહ્મણ હાઈ તેનું કામ ખુશામત કરવાનું છે. વિટ અને પીઠમર્દ સુશિક્ષિત અને સુસંસ્કૃત હેાય છે. તેઓ પ્રેમી બની શકે છે. “નાગાનન્દીમાં વિટ અને દાસીને પ્રેમપ્રસંગ વર્ણવવામાં આવ્યું છે. ભવભૂતિના “માલતીમાધવ'માંને. મકરન્દ પીઠમઈ જ છે. નાયકની પ્રેમપૂર્તિમાં તે મદદ કરે છે. ઉપરાંત તે પોતે મધ્યતિકાના પ્રેમમાં પડે છે. નાટકમાં નાયકને સહાયકનું ઉપપ્રેમપ્રકરણ હોઈ શકે, તેમજ તેમાંથી વિનોદનિમિતિ પણ થઈ શકે એવું આ દાખલા ઉપરથી સિદ્ધ થાય છે. અર્થાત્ નાટકમાં મુખ્ય કથાની સાથે જે ઈ સ્વતંત્ર ઉપકથા જવામાં આવે તે એક બીજું પ્રેમપ્રકરણ પણ તેમાં વર્ણવી શકાય. “મૃચ્છ