________________ વિાષાની અવનતિ અને વ્યવહાર બુદ્ધિવાળું હોય છે. (3) ઈપીઅર-બેટા શૌર્ય અને શાણપણું. હેઠળ પિતાને ખરે બીકણ સ્વભાવ અને મૂર્ખતા છુપાવનાર ઢોંગીનું ચિત્રણ આમાં કરવામાં આવે છે. 1 સંસ્કૃત નાટકના વિદૂષકોને પણ આ પ્રકારે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પાડી શકાય. દા. ત. બફન અને ઈપેસ્ટર લગભગ આપણું સામાન્ય વિદૂષક જેવા જ હોય છે. કારના પાત્રમાં આપણને ઇસ્ટરને ઉત્તમ દાખલે જેવા. મળે છે. “માલવિકાગ્નિમિત્રને ગૌતમ અને નાગાનન્દીમાં વિદૂષકની ફજેતી કરનાર ચેટ-એ બંનેમાં આપણને ઑરેન જોવા મળે છે. પરંતુ એકંદરે વિદૂષકના પાત્રના મૂલત: બે પ્રકારે હોઈ શકે, એવો છે ગૌડનને મત છે-(૧) મૂર્ખ આમાં ગાંડા અથવા બાઘા પાત્રનું ચિત્રણ કરવામાં આવે છે. તે ખરેખર મૂખ છે. (2) ધૂર્ત અથવા શઠ - આમાં ઉપરથી બાઘો અથવા ગાંડો હોવાનું નાટક કરે તે પણ અંદરથી શઠ હોય એવા પાત્રનું ચિત્રણ કરવામાં આવે છે. આ પ્રકારના વિવિધ ઉપપ્રકારે ક૯પી શકાય. એ દૃષ્ટિએ સંસ્કૃત વિદુષાનું પરીક્ષણ કરતાં તેમાં પણ કિવિધ પ્રવૃત્તિ આપણને જણાય છે. (1) સંસ્કૃત વિદુષક પતે હાસ્યને વિષય બને છે. (2) તેઓ બીજાની પણ મશ્કરી કરે છે. વિનોદી પાત્રની આ કિવિધ પ્રવૃત્તિને ભરતને પણ ખ્યાલ હતો એ વિદૂષક પિતાની વિપરીતતાથી હસે છે અને બીજાને હસાવે છેએ વચન ઉપરથી જાણ શકાય. બીજાની મશ્કરી કરવા માટે વિદૂષકમાં ડહાપણ હોવું જોઈએ. એવું ડહાપણ હેવા છતાં તેને તેને ખ્યાલ હોય અથવા ન પણ હોય. આ સુક્ષ્મ ભેદ ધ્યાનમાં લેતા એરિસ્ટોટલની માફક સંસ્કૃત વિદૂષકના પણ ત્રણ ભેદ બતાવી શકાય. વિદૂષકના પહેલા પ્રકારમાં મૂખ અથવા ગાંડા વિદૂષકનું પાત્ર આપણે લઈ શકીએ. આ વિદૂષક પિતે હાસ્યનો વિષય બને છે. તે બાઘ છે. નાટયદષ્ટિએ તેને નાટકમાં સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. કેવળ નાયકના સહચર તરીકે તે નાટકમાં પ્રવેશે છે. તેની બુદ્ધિ મંદ છે. નાટકમાં કેઈ પણ સ્વતંત્ર કામગીરી તેને સેંપવામાં આવતી નથી, પણ નાયકના સહચર તરીકે કઈ મામૂલી કામ તેને કરવું પડે છે, જે તે પિતાના પ્રમાદને લીધે અથવા બાઘાપણાને લીધે હંમેશાં બગાડી નાંખે છે, અને ઘણી વખત નાયક માટે નવી અડચણો ઊભી કરે છે. આ વિદૂષકમાં થોડી અકકલ હોય અને તેને ઉપયોગ તે બીજાની મશ્કરી કરવામાં