________________ 110 વિદૂષક કાર્ય સૂત્રધાર, નટી, પારિપાર્ષિક અથવા વિદૂષકની મદદ લઈ કરે છે ? આમ, પ્રરચનામાં વિદૂષકની ભૂમિકા અછિક છે. વસ્તુતઃ વિદૂષક મુખ્યત્વે નામંડળના એક ઘટક તરીકે સૂત્રધારને મદદ કરે છે, પણ પારિપાર્ષિક વિદૂષકને વેષ પહેરે, અને તેના જેવા હાવભાવ કરે, અથવા તેની બેલવા-ચાલવાની પદ્ધતિનું અનુકરણ કરે, તે તે પણ વિદૂષક થઈ શકે, એમ અભિનવ કહે છે. “વિદૂષકને વેશ પહેરેલ પારિપાથિંક એ પણ વિદુષક જ’ એમ રામચંદ્ર કહ્યું છે. શારદાતનયના મત પ્રમાણે સૂત્રધાર, નટ, નટી, પારિપાર્ષિક, વિદૂષક વગેરે નટે નાટ્યપ્રયોગની કામગીરી માટે આવશ્યક હોય છે. પ્રરચના સંબંધીના ભારતના નિયમોનું અનુસરણ અગ્નિપુરાણમાં તથા રામચંદ્ર તથા વિશ્વનાથના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. રામચંદ્ર આ અંગને મામુવ કહે છે. અગ્નિપુરાણને કર્તા છે અને વિશ્વનાથ ભારતના નિયમોને અનુસરી સમુહ અને પ્રસ્તાવના એવાં બંને નામો આપે છે, જ્યારે શિષ્ણભૂપાલ તેને પ્રસ્તાવના કહે છે. ઉપરનાં શાસ્ત્રવચને જોતાં, બે મુદ્દાઓ સ્પષ્ટ થાય છે– (1) વિદૂષક નટમંડળીમાંને એક આવશ્યક નટ હતો (2) તેને પૂર્વ રંગમાંની વિશિષ્ટ કામગીરી સોંપવામાં આવી હતી. ખરી રીતે, પ્રરચનામાં વિદૂષકની ભૂમિકા અત્યંત આવશ્યક નથી. કેટલાંક નાટકમાં, શરૂઆતની પ્રસ્તાવનામાં વિદૂષક આવે છે. “મૃછકટિકની પ્રસ્તાવનામા વિદૂષક પોતે રંગભૂમિ ઉપર આવતું નથી, પણ સૂત્રધારને વાક્યમાં તેને ઉલ્લેખ આવે છે. તે જાણી જોઈને પ્રાકૃત બેલવાની શરૂઆત કરે છે, અને આમંત્રણ આપવાના બહાના હેઠળ, પડદા પાછળ રહેલા વિદૂષક સાથે બોલે છે. ઉપરાંત, નાટકની–પહેલા અંકની-શરૂઆત તે વિદૂષકથી જ થાય છે. અહીં ત્રિગત અથવા પ્રરચનાની નાટ્યપદ્ધતિના અવશેષ રહેલા આપણને જણાય છે. મહાદેવ કવિના “અદ્ભુત દર્પણ” નામના ઉત્તરકાલીન નાટકની પ્રસ્તાવનામાં વિદૂષક પિતાની આત્મકથા કહે છે. તે પ્રમાણે, મૂળમાં તે રમન્વક નામને નટ હેય છે. તેને રાવણના કામસચિવની મહાદર નામના વિદૂષકની ભૂમિકા સોંપવામાં આવી હોય છે, સત્રધારે તેને પહેલેથી લાડવા ખવડાવી ખુશ કર્યો હોય છે, પણ પેટ ભર્યા પછી તરત જ તેને (પાપી પેટ માટે) કરવી પડતી વેઠ સાલે છે. નાટકમાં કામ કરવું પડે છે. તે માટે તે તકરાર કરે છે. પણ સૂત્રધાર જ્યારે તેને કહે છે કે, અત્યારે (પ્રસ્તાવનામાં) તે તેને ખાલી કેટલાક વાક્ય જ બોલવાનાં