________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 130 થયેલ “દ્વિધામાંની વ્યાકુળતા વિદૂષકના અકલ્પિત વિનેદને લીધે ઓછી થાય છે. પાંચમાં અંકનો પ્રારંભને વિદૂષકને પ્રવેશ પણ ચોથા અંકના ગંભીર અને પાંચમા અંકનાં ભાષણ કારુણ્યની સીમારેખા ઉપર યોજાયો છે. હંસાદિકાના મહેલમાં થનારી વિદૂષકની સંભવિત મશ્કરીનું જે કાલ્પનિક શબ્દચિત્ર એ પ્રવેશમાં ચિતરવામાં આવ્યું છે, તેમાંનું હાસ્ય બંને બાજુના કારુણ્યનું સંતુલન સાધવાની દૃષ્ટિએ આવશ્યક જણાય છે. છઠ્ઠા અંકમાં વિદૂષકના વિનોદ દ્વારા અને માતલિએ તેના હાડકાં ખરા કરી નાખ્યાના સૂચિત ચિત્ર દ્વારા આખા પ્રસંગમાં પ્રસરેલી દુષ્યન્તની વિરહવ્યથાની વિષાણુ છાયા ઓછી થયા વિના રહેતી નથી. આમ, ભાસ, શુદ્રક, તથા કાલિદાસ જેવા કેટલાક નાટકકારાએ ભાવનાપ્રક્ષોભના સંતુલનનું કલાતત્વ ઓળખ્યું હતું એમાં શંકા નથી. વિદૂષકના પાત્ર દ્વારા પ્રક્ષુબ્ધ ભાવનાઓને વિનોદી સાંત્વન (comic relief) આપવાનું કાર્ય તેમણે સાધ્યું છે. ટિપ્પણ 1. કોઈ પણું નવા પાત્રને પ્રવેશ, રંગભૂમિ ઉપર હાજર રહેલ પાત્રો પૈકી કોઈ પાત્ર દ્વારા નામેચ્ચાર કરાવી, અથવા “જિ”, “શંવેવતાર, “અમુહa” જેવી શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા સૂચવવામાં આવે છે.