________________ વિદને મર્મ બૌદ્ધિક દષ્ટિએ અવલોકન કરીએ, તે ધ, ષ, ખિન્નતા જેવી ભાવના આપણું મન ઉપર અસર કરી શકે નહીં. જીવનનના પ્રત્યેક ક્ષેત્રમાં જણાતી એવી મૂર્ખતા જેમાં આપણને હસવું આવશે જીવનપરાક્ષુખ થવા કરતાં અમુક એક બૌદ્ધિક "ઊંચાઈ પ્રાપ્ત કરી જીવનને વ્યવહાર તપાસવાની જે તટસ્થ વૃત્તિ તેને જ આપણે અલિપ્તતા કહીએ છીએ, અને આ વૃત્તિમાંથી નિર્માણ થનાર હાસ્યને ઉદ્દેશ મશ્કરી કરવાનો હોય છે એમ કહી શકાય નહીં. વિનોદી વૃત્તિ એ એક સભ્ય વૃત્તિ છે. તેને લીધે આપણે જીવનની વિસંગતિ જોઈને મનમાં ને મનમાં જ હસીએ છીએ. વિનોદને પહેલે સ્પર્શ મનને જ થાય છે. | વિનોદનું અધિદેવત કેવું હોઈ શકે એનું મેરેડિથે સુંદર વર્ણન કર્યું છે. તે કહે છે કે વિનનું અધિદેવત બુદ્ધિની તેજરવી ઊંચાઈ પરથી નીચે રહેલ જીવનને માર્મિક રીતે નિહાળે છે. તેનું સ્વરૂપ જ્ઞાનવંતનું છે. માનવી જીવનની મીઠી મશ્કરી કરવા તેની તોફાની તિરછી નજર ફરતી હોય છે, અને તે પણ તેના માનવ વિશેના પ્રેમને ખાતર. તેથી જ તેને અનુસરતું હાસ્ય ચાંદની જેવું પ્રસરતું હોય છે. 20 આ પ્રકારનો વિનોદ આદર્શ વિનેદ કહી શકાય. તેમાં સહાનુભૂતિ અપરિહાર્ય સ્થાન મેળવે છે. પ્રાથમિક અવસ્થામાંના જંગલી માણસના હ. ન્માદથી માંડી આજના પ્રગત માનવીના “ચંદ્રપ્રકાશી મિત” સુધીને જે માનવવિકાસ સિદ્ધ થયે તે કેવળ સંસ્કૃતિના વિકાસને લીધે. વિનોદ સાથે સહાનુભૂતિ જોડાઈ ત્યારે વિદમાં અર્થઘનતા પ્રવેશી, અને વિનોદનું ક્ષેત્ર વિસ્તર્યું. તે દ્વારા વિનેદને વૈભવ પ્રાપ્ત થયું. તેની આસ્વાદ્યતા અનેકગણી વધી ગઈ. સહાનુભૂતિને લીધે જીવનના ગંભીર પ્રસંગોને પણ વિનદબુદ્ધિથી જોવું શક્ય બન્યું છે. જીવનના ઊંડાણમાં સંતાઈ રહેલી વિસંગતિ, હંમેશની ટેવને લીધે સહેલાઈથી ન જણાઈ આવતા વિસંવાદ, સહાનુભૂતિની મદદ વડે શોધી શકાય છે. એ ઊંડી દષ્ટિ હોય તે જ જીવનનું હસવું-રડવું આપણે અનુભવી શકીએ છીએ. વિનોદને કારુણ્યનો સાથ મળે છે. મનુષ્ય વિશેની આત્મીયતાથી પૂર્ણ એવું આપણું આજનું નાટક વિનોદ અને સહાનુભૂતિના સાહચર્યમાંથી નિર્માણ થયું છે. અલિપ્તતા અને સહાનુભૂતિ એ બે ગુણે વિવેદી લખાણ માટે આવશ્યક છે. આ બંને ગુણો વિનદના ઉદ્દેશ સાથે સંકળાયેલા છે. વિવેદી સાહિત્ય હમેશા ટીકાત્મક હોય છે. માનવી જીવનના રંગનું નિદાન કરવું એ તેનું કાર્ય