________________ વિદો મર્મ 149 જેવા કાર્યકારને તે અાદરી વિદી લેખક માને છે. મેરેડિથ કહે છે તે પ્રમાણે, આદર્શ વિનોદમાં ખુલ્લા દિલનું હાસ્ય હોવું જોઈએ. તેમાં દુષ્ટ ભાવના, તિરસ્કારબુદ્ધિ અથવા ચીડ ન હોવાં જોઈએ. વિવેદી હાસ્યમાં માનવ વિશેને. પ્રેમ તથા સહાનુભૂતિ હોવાં જોઈએ, જેથી માનવજત હાસ્યની ધરતી ઉપર એકત્ર થઈ શકે, અને પરસ્પર લડે નહીં આમ આપણે સિદ્ધાન્ત ખાતર માની શકીએ. પરંતુ વિનેદ એ સામાજિક અને નૈતિક સુધારાનું એક સાધન છે, એવું વિનદી સાહિત્યના પરિશીલન ઉપરથી આપણને જણાય છે. પણ, જ્યારે કે સાહિત્યક વિનોદી સાહિત્ય નિર્માણ કરે ત્યારે તે પોતાનું લખાણ હમેશાં સહાનુભૂતિપૂર્વક જ લખે ખરા ? મેરેડિથના મત પ્રમાણે વિનોદી હારયમાં અલિપ્તતા હોવી આવશ્યક છે, પણ બસ કહે છે તે પ્રમાણે વ્યક્તિગત અથવા સામાજિક જીવનની વિસંગતિ અથવા એકલસૂરિલા૫ણું પ્રગટ કરવા જે વિનોદને ઉપયોગ કરે હાય (- થતા હોય -) તો વિદી લેખકને પ્રસંગોપાત્ત કઠોર પ્રહારો કરવા આવશ્યક છે. સમાજસુધાર માટે વિનોદી સાહિત્યને ઉપયોગ કરનાર પણ કરે છે. એને ઉદ્દેશ એમાંની વિસંગતિ અથવા વિકૃતિ લેકેની નજરમાં આણવી, જેથી સુધારો થાય-એ જ હોય છે. અને એ દષ્ટિએ જ્યારે વિદી સાહિત્ય લખાય ત્યારે તેમાં તાત્વિક અલિપ્તતા અથવા લુખી સહાનુભૂતિ મળવી કઠણ છે. વિનેદી સાહિત્ય હમેશાં કોઈ પણ પ્રયજન માટે લખાય છે એમ માનવું કેટલે અંશે બરાબર છે ? કેટલીક વખત આપણને તત્કાળ હસવું આવે એવા પ્રસંગો બનતા હોય છે. એ આકસ્મિક હાસ્યનો જે પ્રમાણે આત્મીયતા અથવા સહાનુભૂતિ સાથે કઈ સંબંધ હોતો નથી, તે જ પ્રમાણે તેમાં સમાજસુધારને કેઈ ઉદ્દેશ હોતું નથી. કોઈ પણ પ્રકારની વિસંગતિનું અચાનક જ્ઞાન થવાને લીધે આપણને એ પ્રસંગે હસવું આવે છે. આ પ્રકારનો નિરુદ્દેશ મનમોકળા વિનોદ પણ આપણને અવશ્યમેવ જોવા મળે છે. જે લેખકોએ એવો વિનોદ નિર્યો હોય, તેમની મહાનતા વિશે કોઈ પણ પ્રકારને સંદેહ હોઈ શકે નહીં. તે ઉદ્દેશ સાથે રચેલા વિનોદનું, અને કેવળ મજા ખાતર નિર્મિત હાસ્યનું સુભગ સંમેલન આપણને શ્રેષ્ઠ લેખકની કલાકૃતિઓમાં જોવા મળે છે. એજ પ્રમાણે, શારીરિક વિકૃતિ અથવા વૈપુણ્યને લીધે કેઈની જાણી જોઈને કરેલી મશ્કરીને લીધે, અથવા કેઈની ભૂલ અથવા ફજેતી થવાને લીધે આવતું હાસ્ય આપણું સુસંસ્કૃતપણું બતાવતું નથી, એ કબૂલ કસ્વાને વાંધો નથી,