________________ વિદૂષકને વિનોદ 161 જ છે. 25 ભોજનપ્રેમનું તત્વજ્ઞાન વસંતકના શબ્દોમાં કહીએ તે, “માણસને કઈ રોગ ન હોય, ખાધેલું પચતું હોય, અને ભૂખ સારી લાગતી હોય, તે તે સુખી માણસ કહેવાય !! (4) વિદૂષક સ્વભાવે બીકણ છે, જે બ્રાહ્મણની એક ખાસ વિશેષતા છે. ભવભૂતિએ કહ્યું છે કે બ્રાહ્મણોનું બળ તેમની જીભમાં હોય છે 27. વિદૂષકનું બીકણપણું સંસ્કૃત નાટકકારેએ બે રીતે વર્ણવ્યું છે-(૧) વિદૂષકને પ્રત્યક્ષ બીકણ બતાવી અને (2) તેનું ખોટું શીથ બતાવી. સામાન્ય રીતે બધા વિદૂષકે સાપથી ગભરાય છે. મૈત્રેયને અંધારાની બીક લાગે છે. આત્રિય ભમરાઓ વળગ્યા હોવાને લીધે દેટ મૂકે છે. રાક્ષસોનું ખાલી નામ સાંભળતાં જ માઢવ્યનો હોશ કેશ ઊડી જાય છે. 28 કેટલાક વિદ્રુષકે રાજમહેલમાંની દાસીઓથી ગભરાય છે. રાણીને તેને ભય લાગે તો તે સ્વભાવિક છે. - વિદૂષકનું શેય આંબાને મોર પાડવામાં અથવા ભમરા ઊડાડવામાં જણાઈ આવે છે. વિદુષકની પૂરતાનું રહસ્ય આપણને મૈત્રેયના શબ્દોમાં સ્પષ્ટ થાય છે. તે શિકારને કહે છે “ઘરઆંગણે કૂતરા પણ ભસવાનું ભૂલતા નથી, તે મારા જે બ્રાહ્મણ શું પાછું પડે ?29 વિદૂષકની ઉપર નિર્દિષ્ટ વિશેષતાઓ રૂઢિગત છે. પણ, વિવેદી પાત્રમાં આપણને ખાસ જોવા મળે છે તેની ચાલાક બુદ્ધિ ! વિદૂષકના માર્મિક ઉદ્ગારેમાં ઊંડું વ્યવહારજ્ઞાન ભરેલું હાર્યા છે. કેટલીક વખત વિદૂષકને બબડાટ મૂર્ખાઇભર્યો લાગે તે પણ તેમાં તેનું ડહાપણુ જણાય છે. દા. ત. ઉપર બતાવેલી વિદૂષકની સુખની વ્યાખ્યા જ જોઈએ. તેમાં એક દૃષ્ટિએ વિદુષકના ખાઉધરાપણાનું હાસ્ય. કારક સમર્થન થયેલું હોય તે પણ, વિચાર કરતાં આપણને તેનું કહેવું બરાબર જણાશે. માલવિકા સાથે અનિમિત્ર પ્રેમાલાપ કરતે હેય, ત્યાં જ પાછળથી ઈરાવતી આવે છે. તે વખતે રાજાને શું કરવું તે સૂઝતું નથી. તે વખતે ગૌતમ તેને સલાહ આપતા કહે છે કે ચેર ચોરી કરતાં પકડાય તે તેણે કહેવું જોઈએ કે તે તે કેવળ શાસ્ત્રીય પ્રયોગ કરતા હતા 30 ગૌતમનું કહેવું છે ટકા સાચું છે, કારણ કે જ્યારે ચોર પકડાય ત્યારે તે બીજુ કરી. પણ શું શકે 31 વિક્રમોર્વશીય’માં રાણું જ્યારે રાજાને બીજું લગ્ન કરવા પરવાનગી આપે છે, ત્યારે માણવક તેની (રાણુની) મશ્કરી કરતાં કહે છે, માછીમારના હાથમાંથી માછલી છૂટે તે તેને લાગે છે કે તેટલે ધરમ જ થયે !32 પ્રેમમાં ઉતાવળા બનેલ અગ્નિમિત્રની ટીકા કરતાં ગૌતમ કહે છે, “વાહ ! દરિદ્રી દરદી જેવી છે