________________ વિષકનારદ 150 માટે, વિદૂષકના સ્વભાવની કેટલીક વિશેવતાઓ આપણું નાટકકારોએ નક્કી કરી છે એ વિશેષતાઓને આધારે આપણે વિદૂષકને વિનેદ સમજ ઇષ્ટ છે. (1) વિદૂષક દેખાવમાં કદરૂપે છે. તેની શારીરિક વિકૃતિ તથા રગભૂષા અને વેશભૂષામાંની વિપરીતતાને ઉપયોગ હાસ્યાસ્પાદન માટે કરવામાં આવ્યો છે. વિષકને સાજ કેવો સજવો એ નટ અને દિગદર્શકને પ્રશ્ન છે, પરંતુ શારીરિક વિકતિનો ઉલ્લેખ કરી, તેમાંથી હાસ્ય નિર્માણ કરવા પ્રયત્ન કેટલાક નાટકકારોએ જાણું જોઈને કર્યો છે. (2) વિદૂષક બ્રાહ્મણ છે. મશ્કરીમાં “મહાબ્રાહ્મણ તરીકે તેને સંબોધવામાં આવે છે, જેનો અર્થ વિપરીત લક્ષણથી “મૂર્ખ બ્રાહ્મણ એવો થાય છે. અવિમારક'માં સંતુષ્ટ જોઈ બતાવી પોતે બ્રાહ્મણ હોવાનું પુરવાર કરે છે. તેને અંગૂઠી ઉપર કોતરેલા અક્ષર વાંચતાં આવડતા નથી, કારણ કે એવા અક્ષરો એની પોથીમાં જ નથી ! રામાયણ નામના નાટયશાસ્ત્રનો તેણે અભ્યાસ કર્યો છે, અને તેમાંના પાંચ કે તે એક વરસની અંદર જ શીખી શક્યો છે. એટલું જ નહીં પણ તેમને અર્થ પણ તે સમજી શકો છે !13 કાલિદાસના વિદૂષકે આ પ્રમાણે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતાં નથી. ફક્ત એક વખત ગૌતમ ગાયત્રી મંત્રના સોગંદ ખાય છે. ગૌતમ કહે છે - નીતિશાસ્ત્રમાંને એક અક્ષર પણ હું જાણતો હોઉં તે હું ગાયત્રી મંત્ર જ ભૂલી જાઉં !'14 અર્થાત પિતે કારસ્તાન રચવામાં કુશળ હોવાનું તે જાણ હેવાને લીધે પિતાને ગાયત્રી મંત્ર આવડતું નથી, એ જ તેને સૂચવવું હશે ! સંસ્કૃત બેલનારી સ્ત્રી જેઈ મૈત્રેયને “નાથ ઘાલવાને લીધે હું અવાજ કરતી ગાય” યાદ આવે છે, અને ઝીણું (તીણ) અવાજે ગાનાર ગાયકને જોઈને ‘ચીમળાયેલા ફૂલની માળા પહેરી વેદપઠન કરતા ઘરડા ગોરમહારાજ તેને યાદ આવે છે. 15 બંને તેના હાસ્યના વિષય છે. “પ્રિયદર્શિકા'માં વિદૂષક ગમે તેમ ઉતાવળે સ્નાન કરી, વેદમંત્ર બોલતે હેય એમ હોઠ ફફડાવતે સ્વસ્તિવાચનનું જમણ જમવા દેટ મૂકે છે! પિતાની વિદત્તાનું તે આટલું જ નાટક કરી શકે છે, કારણ કે વેદ કેટલા હોય છે એની તેને ખબર નથી. રાજા સામે જ્યારે તે પાંચ-છ વેદની વાત કરે છે, ત્યારે રાજને કહેવું પડે છે, બસ થયું ! વેદની તેં કહેલી સંખ્યા ઉપરથી તું કેવો માલણ છે તે જણાયું !