________________ નાગાનદીમાં આયૂ પિતે બ્રાહ્મણ કહેવાનું કેવી રીતે પુરવાર કરે ? વેદ આવડતા હોય તે તે બોલી બતાવે ને ? તેથી, તે વિટને કહે છે, “સત ! તારી દારૂની વાસમાં જ મારા દાક્ષરો ઊડી ગયા !"18 રાજશેખરને ચારાયણ પિતાને લખતાં આવડતું નથી એ કબૂલ કરે છે. પણ એક પ્રસંગે તે રાજાને જમીન ઉપર કાંઈક લખી બતાવે છે. તે વખતે રાજા તેને કહે છે, મેં અઢાર લિપિઓને અભ્યાસ કર્યો હોય તો પણ તારી લિપિ હું ઓળખી શકતે નથી !18 આમ, વિદૂષક બ્રાહ્મણ હોવા ઉપરાંત વિદ્વાન છે. તેથી તે બ્રાહ્મણ વિશેનું વિશેષ અભિમાન ધરાવે છે. માલવિકાએ નૃત્યારંભમાં બ્રાહ્મણ તરીકે પિતાની પૂજા કરવી જોઈએ તે તે ભૂલી ગઈ, એ જ તેના નૃત્યને દોષ છે, એમ ગૌતમ કહે છે. 20 પુરૂરવાને પૂર્વજ ચંદ્ર બ્રાહ્મણના મુખથી-એટલે કે પિતાના મુખથીબોલે છે એમ વિક્રમોર્વશીયને માણવક કહે છે. 21 હર્ષે વિદૂષકના બ્રાહ્મણત્વની હલકી મશ્કરી કરી છે. આમ સંસ્કૃત નાટકમાં વિદૂષકનું બ્રાહ્મણ વિશેનું જાતિ અભિમાન અને વેદવિષયક અજ્ઞાન બંને વસ્તુઓનો હાસ્ય માટે ઉપયોગ થયેલ જણાય છે. (3) વિદૂષક ભેજનપ્રિય છે. તેના ખાઉધરાપણને ઉપગ નાટકકારે હાસ્ય માટે કરે છે. પણ તેનું ખાઉધરાપણું અમર્યાદિત હોય, તો પણ તેમાંથી નિર્માયેલે વિનોદ મર્યાદિત સ્વરૂપને છે, કારણ કે તેના ખાઉધરાપણું ઉપર કરાયા વિવેદ એક જ પ્રકારને –બીબાંઢાળ-બન્યું છે. ભાસને વિદૂષક અપચન વિશેની તકરાર કરે છે, તે શકના મૈત્રેયને ગરીબીને લીધે ભોજનવૈભવ નાશ થયાનું દુઃખ છે. અર્થાત ભવિષ્યમાં પછી જ્યારે તેના દિવસો સુધરે છે, અને મિષ્ટાનથી ભરેલે થાળ તેની સામે આવે છે, ત્યારે જેમ ચિત્રકાર પીંછી રંગદાનીમાં જરાક બળી રંગદાનીને બાજુએ સરકાવી દે, તેમ તે જુદા જુદા પદાર્થોને જરાક આસ્વાદ લઈ તેમને બાજુએ સરકાવી દેત’. આ પ્રમાણે, જ્યારે તેને ભરચક ખાવા મળતું ત્યારે તેની અવસ્થા ચોકમાં વાગોળતા બળદ જેવી થતી.૨૨ ભજનનું ખાલી આમંત્રણ મળે તે પણ વિદૂષકના મોંએ પાણી છૂટે છે. એ આનંદમાં દાસી સંતુષ્ટ પાસેથી અંગૂઠી ઝૂંટવી શકે છે, 23 માણુવક પાસેથી રાજનું પ્રેમરહસ્ય જાણી શકે છે.૨૪ માઢવ્યને તે ખાવા સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી, અને માણવક માટે, “જ્યાં જ્યાં નજર એની ઠરે, યાદી ઝરે ત્યાં લાડુની !" એમ કહી શકાય. તેના મત પ્રમાણે જંગતમાં સૌથી રમણીય સ્થળ હેય તે તે રસેડું