________________ દાસીને જોતાં જ વિટ દાસી તરફ વળે છે. તે બંને બોલવામાં મશગૂલ છે એમ જાગી વિદૂષક નાસી જવાને પ્રયત્ન કરે છે. ચેટ (વિટને નેકર) તેને જઈ ખેંચી પકડી રાખે છે, પણ બંનેના ધમપછાડામાં જઈ તૂટે છે. આ બાજુ વિટ દાસીને આસન ઉપર બેસાડી પ્રણયારાધન કરતે હોય છે, ત્યાં વિદૂષકને પણ તેમની બાજુમાં બેસાડવામાં આવે છે. વિટ દાસી સામે દારુને પ્યાલે ધરે છે, દાસી એક ઘૂંટડો લે છે, અને વિદૂષક તરફ પ્યાલો સરકાવે છે. પિતાના બ્રાહ્મણ્ય ઉપર થયેલો આ હલે જોઈ વિદૂષક ગુસ્સે થાય છે, પણ તેને પોતે બ્રાહ્મણ પુરવાર કેવી રીતે કરવું તે સમજાતું નથી. વેદમંત્રો તેને આવડતા નથી, અને બ્રાહ્મણત્વનું એકમેવ ચિહ્ન-યજ્ઞોપવીત તૂટી ગયું હોય છે. તેથી દાસીને પગે પડી જેમતેમ તે પોતાને છુટકારે કરી લે છે. પણ વિદૂષકની મશ્કરી અહીં જ પૂરી થતી નથી. પછીના દૃશ્યમાં નાયિકાની સખી મીઠા શબ્દમાં તેને બનાવે છે, અને તમાલપત્રનો કાળો રંગ તેને મેં એ ચેપડે . રાજશેખરની “વિદ્ધશાલભંજિકા નામની નાટિકામાં (અંક 2) પણ વિદૂષકને આ પ્રમાણે જ છેતરવામાં આવે છે. એક બાળકને સ્ત્રીને વેશ પહેરાવી તેની સાથે વિદૂષકનું લગ્ન કરવામાં આવે છે. વિદૂષક-ચારાયણને જ્યારે પરિસ્થિતિને ખ્યાલ આવે છે, ત્યારે તે ખૂબ ચિડાય છે, અને રાણીની જે દાસીએ આ ગમત કરી હોય છે, તેનું વેર લેવાનું એ નક્કી કરે છે. તે માટે તે એક બાજુ રચે છે. પહેલાં તે એક બીજી દાસીને પોતાના વિશ્વાસમાં લે છે. તેને તે એક ઝાડ પાછળ સંતાઈ રહેવાનું કહે છે, અને પછી જ્યારે પેલી દાસી પિલા ઝાડ પાસેથી પસાર થાય, ત્યારે, “તારુ ફલાણું દિવસે મેત થશે' એવી બેટી ભવિષ્યવાણી કરવાનું તેને કહે છે. અર્થાત્ આ મોત ટાળવા “બ્રાહ્મણની પૂજા કરીને, તેના પગ નીચેથી પસાર થવાનો ઉપાય સૂચવવામાં આવે છે. રાણી અને દાસી મોતને ભયે જે પ્રમાણે કહેવામાં આવે તે પ્રમાણે બધું કરે છે. આ બધું રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ બતાવવામાં આવે છે ! (અંક 3) જ્યારે દાસી વિષકના પગમાંથી પસાર થાય છે, ત્યારે વિદૂષક મોટેથી હસે છે, અને તેણે દાસીને કેવી બનાવી” એ કહે છે. પ્રસંગનિષ્ઠ વિવેદનાં અનેક ઉદાહરણ આપણને સંસ્કૃત નાટકમાં જોવા મળે છે. પરંતુ વિદૂષકને વિનોદ મુખ્યતઃ સ્વભાવનિષ્ઠ છે. નાટયશાસ્ત્રમાં વિદુષકનું વર્ણન એક વિદી નટ તરીકે કરવામાં આવ્યું છે, અને પ્રત્યક્ષ નાટકમાં તેને વિવેદી પાત્ર તરીકે ચિતરવામાં આવ્યો છે. અર્થાત હાસ્યનિમિતિ