________________ દિપક મિનાર તે રહેજે એવા આશીર્વાદ બક્ષે છે આ પ્રસંગ લેખકે કુશળતાથી ચિતર્યો છે. માલવિકાગ્નિમિત્રમાં (અંક 4) રાણીને બનાવવા માટે મૈતમ સર્પદંશનું નાટક કરે છે. પ્રેક્ષકોને તેને ખ્યાલ હોવાને લીધે, તેને ઝેર ચડે, તે બરાડા પાડે, અને છેવટે તે મરવાને હેય એ પ્રમાણે રાણીને બધી વ્યવસ્થા કરવાનું જ્યારે તે કહે છે, ત્યારે પ્રેક્ષકે ખડખડાટ હસી પડે છે. “શાકુંતલમાં પણ એવા બે પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે, જે કે તેઓ પ્રત્યક્ષ રંગભૂમિ ઉપર બનતા નથી. એક વખત વિદૂષકને દાસીઓના હાથને માર ખાવો પડે છે. (અંક 5), તે બીજી વખત માતલિ તેના હાડકાં ખરાં કરી નાખે છે. (અંક 6) એ બે પ્રસંગોનું વર્ણન પણ કાંઈ ઓછું હાસ્યકારક નથી. હર્ષની ઉદયનકથા ઉપર આધારેલી બંને નાટિકાઓમાં વિદૂષકને માથે કઠણ પ્રસંગ આવે છે. નાયક અને નાયિકાનું મિલન થાય, તે માટે દાસી અને વિદૂષક બાળ રચે છે પણ, એક વખત રાણું પોતે ત્યાં અચાનક આવી પહોંચે છે, (પ્રિયદર્શિકા, અંક 3), અને બીજી વખત નાયિકા માટે નક્કી કરેલાં કપડાં રાણી પોતે પહેરી લે છે (રત્નાવલી, અંક 3), તેથી તે ઓળખાતી નથી–આમ બંને વખત બાજી ઊંધી વળે છે. આખી વાતની જાણ થતાં રાણી ક્રોધે ભરાય છે. વિદૂષક ગપ્પાં મારીને છુટવાનો પ્રયત્ન કરે છે. પણ આખરે બધું એના ઉપર જ ઢોળાય છે, અને છેવટે તેને કારાવાસમાં જવું પડે છે ! નાગાનંદમાં નાટકકારે વિદૂષકની ફજેતી વર્ણવવામાં એક આખે અંક (અંક 3) ખર્યો છે. નાયકના વિવાહ પ્રસંગે વિદૂષકને રેશમી વસ્ત્ર, પુ૫માલા, વગેરે વસ્તુઓ ભેટ મળે છે, તેની ખુશીમાં તે હાથમાં વસ્ત્રો લઈ, અને માથે ફૂલની માળા બાંધી વિદૂષક પસાર થતા હોય છે. ત્યાં ફૂલની સુવાસને લીધે આકર્ષાયેલા ભમરા તેને સતાવે છે તેથી તે પિતાની પાસેના રેશમી વસ્ત્રો, સ્ત્રીની માફક શરીરે વીંટાળી, માથે ઘૂંઘટ કાઢી ઊભે રહે છે. આ બાજુ વિટ દારૂ પીને પિતાની પ્રેયસીની શોધમાં ત્યાં આવે છે, અને દારુના ઘેનમાં (સાડી પહેરેલ) વિદૂષકને જ પોતાની પ્રેયસી સમજી તેને મનાવે છે. એટલામાં દાસી (વિટની પ્રેયસી) ત્યાં આવે છે, અને વિટને બીજી સ્ત્રી સાથે પ્રેમચાળા કરતે જુએ છે. પહેલાં તો તે ગુસ્સે થઈ જાય છે, પણ પછીથી તેને. વસ્તુસ્થિતિને ખ્યાલ આવે છે. તે પણ વિદષની મશ્કરી કરવાનું ધારે છે.