________________ ઉપર વિપકને વિદ શાબ્દિક ગોટાળા આપણને “સ્વપ્નવાસવદત્તામાં જોવા મળે છે. વિદુષક રાજાનું નામ શહેર માટે અને શહેરનું નામ રાજા માટે વાપરે છે. અપચાને લીધે તેના પિટમાં ગડબડ થતી હોય છે. તે વર્ણવતી વખતે કેયલની બે આંખમાં ફરતા ડોળાની તે ઉપમા આપે છે. આમ વાિનામક્ષિપરિવર્ત રૂવ ક્ષિપરિવર્તઃ સંવૃત્ત –એ વાક્યમાં અક્ષિ અને કુક્ષિ એ શબ્દોમાંનું સામ્ય, અને “પરિવર્ત શબ્દમાંને શ્લેષ વિવેદમાં ઉમેરો કરે છે, પણ તે સાથે ઉતાવળમાં વિદૂષક કાગડાને કેયલ કહે ત્યારે ખડખડાટ હસવું આવ્યા વિના રહેતું નથી. પણ, મૈત્રેયે કરેલે શાબ્દિક ગોટાળા વધુ મને રંજક છે. ભીંતમાં બાકું પાડી ચેર નાસી ગયા હોવાનું જ્યારે રદનિકા તેને જણાવે, ત્યારે અડધી ઊંઘમાં જાગીને તે ઉતાવળમાં પૂછે છે, “શું કહ્યું? ચેરને બાકું પાડી ભીંત નાસી ગઈ?” પછીના પ્રસંગમાં ચેટ તેને વસંતસેના આવી હોવાનું જણાવે છે. વસંતસેનાનું આગમન જણાવવા તે ઉખાણુની ભાષા બોલે છે. પહેલાં સેના અને વસન્ત એ શબ્દ તે ઉચારે છે, અને પછી વિદૂષકને પૌ પરિવર્તક એટલે કે શબ્દ ફેરવી નાખવા કહે છે. પણ વિદૂષકને તેમાં કાંઈ સમજાતું નથી, અને તે પિતાના જ પગ ફેરવે છે ! સંસ્કૃત નાટકમાં શબ્દોની રમત ઉપર આધારિત વિનાદ ઝાઝો જેવા મળતું નથી. મુખ્યતઃ વિનેદ માર્મિક ઉદ્દગારો દ્વારા વ્યક્ત થતું હોય છે, અને એવા ઉદગારો જેટલા અનપેક્ષિત હોય, તેટલો વિનોદ અધિક પ્રભાવી થાય. માલવિકાને અગ્નિમિત્રની નજરથી દૂર રાખવી હોય, તે બે નાટયાચાર્યોની લડવાડ ટાળવી જોઈએ, એવું ધારિણી માને છે. તેથી બે પંડિતની લડવાડ નિરર્થક છે એમ તે કહે છે. ત્યાં જ વચમાં વિદૂષક બોલી ઊઠે છે, “રાણીસાહેબ, થઈ જવા દે બે બકરાઓની ટકકર ! આપણે કયાં એમને મફતને પગાર આપીએ છીએ !'10 તાપસની વિનંતીને માન આપી આશ્રમમાં રહેવું કે રાજમાતાની આજ્ઞા પ્રમાણે રાજધાની પાછા ફરવું એવી દિધા રાજાના મનમાં હોય છે, ત્યારે વિદૂષક તેને સલાહ આપતે કહે છે, “ત્રિશંકુની માફક વચમાં જ લટકતા રહે!”૧૧ સંસ્કૃત નાટકોમાં પ્રસંગનિ વિનેદના ઘણા દાખલાઓ મળી આવે છે. પ્રતિજ્ઞાયૌગ ધરાયણમાં લાડવા માટે વિદષક ઉન્મત્તક સાથે લડે છે, તેને બે આપી દેવા” પણ તૈયાર થાય છે, એવું શૌર્ય તે શ્રમણુકની બાબતમાં પણ બતાવવા તૈયાર છે, પણ અણીને વખતે તેના હાથપગ ઢીલા થઈ જાય છે,