________________ 154 અતિશયોક્તિભરી રીતે કહી બતાવવામાં વિદૂષકની માનસિક અસ્થિરતા જણાઈ આવે છે. “રત્નાવલી’માં વિદૂષક તળીઓ પાડે છે, અને ચપટી વગાડતા. રંગભૂમિ ઉપર નાચવાની શરૂઆત કરે છે. તેથી પ્રેક્ષકોમાં બધે હાસ્યનું મેજુ ફેલાય છે. વિદૂષકનું બીકણપણું બે રીતે- (1) માનસિક વિકૃતિ તરીકે અથવા (2) ભયના પ્રત્યક્ષ આવિર્ભાવ દ્વારા બતાવેલું જણાય છે. વિદૂષકનું ખાઉધરાપણું પણ એ જ પ્રમાણે બે રીતે બતાવેલું જણાય છે. સુખાસીન વૃત્તિ એ માણસને આંતરધર્મ છે. વિદૂષક પણ આરામપ્રિય છે. શારીરિક મહેનત તેને પસંદ નથી. આવા ઉલ્લેખ દ્વારા વ્યક્ત થતે વિનેદ માનસિક સ્વરૂપને છે. વિદુષકના ચિત્રણમાં સામાજિક વિદ પણ બે રીતે જોવા મળે છે. વિદૂષક દ્વારા બ્રાહ્મણ જાતિની મશ્કરી કરવામાં આવી છે. વિદૂષકને ગમે તેની મશ્કરી કરવાનું એક સ્વભાવસિદ્ધ હકક મળતો હોય છે, અને તે દ્વારા સામાજિક અને નૈતિક વિસંગતિને માર્મિક પરિવાર ને કરતે હોય છે. અર્થાત તેના આ પ્રકારના વિનોદને બે કારને લીધે મર્યાદાઓ નિર્માણ થઈ છે. એક તે વિદૂષક પિતે જ હાસ્યને વિષય બન્યું છે, અને બીજું એ કે તેનું વિશ્વ અત્યંત નાનું-રાજાનું અતઃપુર-હેાય છે. પરંતુ, તેના વિનેદમાં આ પ્રમાણે અમુક મર્યાદાઓ હોય તે પણ તેના ઉદ્ગારે વ્યાપક સ્વરૂપના છે. કાલિદાસના વિદુષકે રાજાના પ્રેમપ્રકરણે, અંત:પુરના ઝગડાઓ, દરબારી વ્યક્તિઓનું “હાજીપણું વગેરે ઉપર પિતાનું ટીકાસ્ત્ર વરસાવતા હોય છે. ભાસને સંતુષ્ટ વિશિષ્ટ પહેરવેશ વિશેના ધાર્મિક બંધનની મશ્કરી કરે છે. શુકને મૈત્રેય તો ટીકાકારોને રાજા છે. જો કે નાટકની કથાવસ્તુની વિશિષ્ટ મર્યાદાને લીધે ગણિકા, વેશ્યા જીવન એ તેની ટીકાના મુખ્ય વિષય બન્યા છે, છતાં નજરમાં આવતી બધી વસ્તુઓને તે પિતાની ટીકામાં આવરી લે છે, અને વિનેદનું જાણે તણખામંડળ જ નિમે છે ! આ વિનોદનું સ્વરૂપ શાબ્દિક છે. વિદૂષકના માર્મિક ઉગારમાંથી તે જન્મે છે. સંસ્કૃત નાટકનું સ્વરૂપ અનેક નિયમોથી બંધાયેલું હોવાને લીધે સામાજિક રીતરિવાજોની ટીકા કરવાની જોઈએ તેટલી તક વિદૂષકને મળતી નથી (પ્રકરણ” નામના વિશિષ્ટ નાટયપ્રકારમ, તથા પ્રહસનેમાં તે માટે ક્ષેત્ર વિશાળ થયેલું આપણને જણાય છે). અભિજાત સંસ્કૃત નાટકોમાં સામાજિક રીતરિવાજોને અમુક પ્રકારને ઉપહાસ થયેલે ન જણાય, તે પણ શાબ્દિક વિનેદ અને માર્મિક પરિહાસ માટે તેમાં કોઈ અવકાશ નથી એવું નથી.