________________ 162 વિદુષક ગણિકા વિશે બેલતાં મિત્રેય કહે છે, “વેશ્યા એટલે જોડામાં પેસેલી કાંકરી જ જાણી લો. બહાર કાઢતાં પણ ખૂચે 14 વિદૂષક માત્ર ટીકા કરનાર ટીકાકાર નથી. કેટલીક વખત અને વિશેષતઃ વિરહાવસ્થામાં, નાયકને દિલાસો આપતાં તે એક ફિલસુફ પ્રમાણે બેલે છે. માઢવ્ય દુષ્યન્તને કહે છે, “સપુરુષો કદાપિ શેકમાં અસ્વસ્થ થતા નથી. વાવાઝોડું વાય તો પણ પર્વતે કદાપિ હાલતા નથી ! જીવનમાં એક પ્રકારની અલિપ્તતા સેવી, સંકટ સમયે પણ પિતાની અવસ્થાને હસી કાઢવી એ જ પ્રસન્ન વિનેદની નિશાની હોય, તો એ વિનોદ આપણને સંતુષ્ટ અને મિત્રેયના પાત્રમાં જોવા મળે છે. કુરંગી પ્રેમમાં નિરાશ થવાને લીધે આપઘાત કરવા પ્રયત્ન કરે છે. તેટલામાં જ અવિમારક આવે છે, અને તેને બચાવે છે. તે રડતી હોય છે, ત્યારે સંતુષ્ટ તેને કહે છે, “આમ રડીને તમે તમારી જાતને દુઃખી ના કરશે, નહીં તે હું પણ રડી દઈશ! પણ મારી એક જ મુશ્કેલી છે, કે મને આંસુ જ નથી આવતાં! મારા ડોસા ગુજરી ગયા ત્યારે મેં રડવાનો પ્રયત્ન કરેલે, પણ આંસુ જ ના આવે !! સંતુષ્ટના આ મૂર્ખાઇભર્યા બબડાટમાં કુરંગીનું દુઃખ વિરમી ગયું હોય તે નવાઈ નહીં. ગરીબીને દુઃખ ભોગવતે ચારુદત્ત ગરીબી વિશે કડવા શબ્દ કહે છે, પણ મૈત્રેય એ વિશે રમૂજ આણે છે. તે કહે છે, “સ્ત ! પૈસે એટલે પાપ ! સવારના નાસ્તાની જેમ હંમેશાં અપૂરતે રહેવાને! ભરવાડના છોકરાં જેમ પોતાને મધમાખીઓ ન કરડી ખાય એને ઠેકાણે જઈ બેસે, તેમ સંપત્તિ પણ તેને કેઈ ન ખાઈ શકે ત્યાં જ જઈ બેસવાની !37 વિદૂષકના આ ઉદ્ગારોમાં આપણે સુખદુઃખની તડકીછાંયડી જઈએ છીએ. વિષકને અસામાન્ય હોંશિયારીભર્યો વિનેદ તેનાં માર્મિક અવલોકન અને ચાલાક બુદ્ધિમાંથી જન્મે છે. અને તેથી, વિદૂષકના ગુણેમાં તેની હોશિયારીની ગણના કરવામાં આવી છે. વિદૂષક દેખાવે બા હોય, તે પણ બાઘાપણું તેના વેશમાં હોય છે, બુદ્ધિમાં નહીં. ટિપ્પણ 1 જુઓ : જેમ્સ ફીબલમેન-ઈન પ્રેઈઝ ઓફ કોમેડી', પા. 195. 2 જુઓ : મેરેડિથ, “એન એસે ઓન કોમેડી, પા. 79-80. 3 જુઓ : બુચર, “એરિસ્ટોટલ્સ પોએટિકસ, પા. 375-76.