________________ મે તે રડવાની શઆત કર શક! (એક 3). અવિમરધ્ધાં દુષ્ટ દાસીના હાથમાં સપડાય છે. તે તેને ભોજનની લાલચ આપી તેની અંગુઠી લઈ લે છે, અને ત્યથિી ચાલી "ધ છે. તે વખતે બિચારા વિષ તેને પીછે પણ કરી શકતું નથી ! (અંક 95 પછી, રાજમહેલમાં કુરંગી અને અવિમારકનું મિલન થાય છે, ત્યારે ફરંગની સખી બે પ્રેમીઓને એકાંત મળે એ હેતુથી વિદૂષકને ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે, પણ વિદૂષકે ત્યાં જ ચોંટી રહે છે. સખી તેને ખુશ કરવા ભજન અને અલંકાર આપવાનું આશ્વાસન આપે છે, તે પણ એ ત્યાંથી જતો નથી. છેવટે સખી તેને હાથ પકડી તેને ખેંચી જાય છે, ત્યારે તે કહે છે, “પણ, તમે મને ખેંચે છે શા માટે ? હું નાજુક સ્ત્રી છું !" (અંક 5) મૈત્રેયને અંધારાની અને રસ્તા પરના લેકેની બીક લાગે છે, ચારુદત્ત તેને બારણું પાસે બલિ મૂકી આવવા કહે છે, ત્યારે રનિકી સંગાથ આપે, અને બત્તી હોય, તે જ તે જવા તૈયાર થાય છે. બહાર આવ્યા પછી તેને શિકાર મળે છે (અંક 1). તેની સાથે શૈલતી વખતે તે પોતાને હેશિયારીની (વીરતાની) વાત કરે છે, પણ પિતાની હિંમત “ઘરના આંગણે ભસતા કૂતરા જેટલી જ છે એને તેને સંપૂર્ણ ખ્યાલ છે. વસંતસેનાના આગનની સૂચના ચેટ તેને આપે છે, ત્યારે ચેટ તેને ઘણું કાયડા પૂછે છે. વિદૂષકને તેના જવાબ જડતા નથી, તેની ફજેતી થાય છે, તેને જવાબ શોધવા ચાદર પાસે જવું પડે છે. અને જવાબ કહ્યા પછી પણ તે સમજવા તેને માથાકુટ કરવી પડે છે. તેની બુદ્ધિ ચાલતી નથી, અને છેવટે તેને પોતાના હાથપગ જ હલાવવા પડે છે ! (અંક 5). ન્યાયાલયના દશ્યમાં (અંક 8) પણે તેની શિકાર સાથેની લડવાડ એટલી જ મનોરંજક છે. આ પ્રસંગને અંત કરુણ બને છે, નહીં તે તેને આપણે ઉત્કૃષ્ટ નિર્દોષ વિનેદી પ્રસંગ તરીકે લેખી શકીએ અર્થાત્ તેમાં કરુણ રસની છાંટ હેવા છતાં તે આપણને હસાવ્યા વિના રહેતું નથી. મૈત્રેય દાગીનાને ડબ્બો છાતી ઉપર રાખીને સુએ છે. ઊંઘમાં તે બબડે છે, તેથી ચોરી કરવા આવેલા શર્વિલક તેને જાગતે સમજી, નિરાશ થઈ પાછો ફરે છે. પછી, મૈત્રેય ખાલી ઊંઘમાં બબડતો હોવાની તેને જાણ થાય છે, તેથી તે પાછો આવે છે. મૈત્રેય ઊંઘમાં ચારુદત્તને ભાઈ, સંભાળ આપના દાગીના એમ કહી, તે ચારુદત્તને આપવા જાય, ત્યાં જ શર્વિલક ચુપકીથી દાગીના લઈ પસાર થાય છે, અને જતી વખતે, “મહાબ્રાહ્મણ! આ પ્રમાણે જ સો વરસ