________________ 46 વિષક કહે છે. 8 મેરેડિથ એક ડગલું આગળ વધે છે. તે કહે છે કે જીવનમાંની વિસંગતિ શૈધવાની ભેદક દષ્ટિ ખાલી લેખક પાસે હોય એટલું બસ નથી, એવી દષ્ટિ અને ચાલાક બુદ્ધિ વાચક અથવા પ્રેક્ષકેમાં જે ન હોય તે તેઓ વિવેદી ચિત્રણને આસ્વાદ લઈ શકે નહીં. 19 આમ વિદવૃત્તિ માટે બુદ્ધિનિષ્ઠા આવશ્યક હેય, તે પણ વિનદનું –એટલે કે તેની પાછળની વિસંગતિનું-જ્ઞાન શાંત સ્વસ્થ એવા ગૂઢ ચિંતનમાંથી નહીં પણ આકસ્મિક રીતે જ થતું હોય છે, એ ધ્યાનમાં લેવું જરૂરી છે. જીવનની વિસંગતિને ચિંતનપૂર્ણ અભ્યાસ તત્ત્વજ્ઞાનાત્મક સાહિત્ય નિર્માણ કરી શકે છે, પણ જીવનની વિસંગતિ જ્યારે અચાનક રીતે જ આપણી સમક્ષ સ્પષ્ટ થાય, ત્યારે આપણામાં વિનેદ કરવાની વૃત્તિ જાગે છે, અને આપણે હસીએ છીએ. વિસંગતિ જેવાની અથવા શેધવાની ચાલાક બુદ્ધિ આપણી પાસે હોવી જોઈએ, અને એકાદ વસ્તુ ઉપર જ ચોંટી ન રહેતાં વિવિધ વસ્તુઓનું આકલન કરવાની અને તેમાંની વિસંગતિ શોધવાની શક્તિ આપણા મન પાસે હેવી જોઈએ. જે એવી ચપળ બુદ્ધિ ન હોય, તે વિસંગતિનું જ્ઞાન પણ થઈ શકે નહીં, અને હસવાની અને હસાવવાની વૃત્તિ પણ નિર્માણ થઈ શકે નહીં. આમ, વિનેદ માટે બે વસ્તુઓ આવશ્યક છે (1) ચાલાકબુદ્ધિ-વિવેદી લેખક જ નહીં, તેણે નિર્માણ કરેલા વિનોદી પાત્રો પણ બુદ્ધિવાળાં અને ડાહ્યાં હોય છે. તેથી તેમણે કરેલા વિનોદ હાસ્યકારક હોય તે પણ તે દ્વારા તેમનું જગત વિશેનું ડહાપણ અને જીવન વિશેનું જ્ઞાન કેટલું ઊંડું હોય છે, તે આપણે જાણી શકીએ. (2) વિનોદનું બીજું મહત્વનું અંગ છે, અચાનકપણું. ગંભીર અને શિસ્તબદ્ધ ચિંતનમાંથી વિદ નિર્માણ થઈ શકે નહીં. વિનોદ માટે અનેક ઠેકાણે ફરતી મનની ચપળ વૃત્તિ હેવી આવશ્યક છે. મનની એવી વૃત્તિનું વર્ણન ગેએથે “મનની કુદકા મારવાની શક્તિ” એવું કરે છે. આધુનિક માનસશાસ્ત્રીઓના મત પ્રમાણે ત્રીજી આવશ્યકતા અલિપ્તતાની છે. અહીં અલિપ્તતાને અર્થ નિર્વિકાર અને ઉદાસીન વૃત્તિ એ થતું નથી. કેટલીક વાર જીવનમાં એટલા મૂર્ખાઈભર્યા પ્રસંગે બને છે, કે તેને લીધે આપણે ગુસ્સે થઈએ, અથવા તે ખિન્ન થઈએ. આ પ્રકારની માનસિક અવસ્થાનું ચિત્રણ સાહિત્યમાં થાય છે. પરંતુ એવા પ્રસંગે જોયા પછી આપણું મન ઉપર તેની કઈ અસર ન થવા દેતા જીવનની એ મૂર્ખાઈ અથવા વિસંગતિનું જે આપણે