________________ 144 વિદુષક અહીં “નીચ' શબ્દને અર્થ “દુષ્ટ થતું નથી, કારણ કે હાસ્યાસ્પદતા એ વિ-- પતાને એક પેટાવિભાગ છે, તેમાં કઈ વૈગુણ્ય અથવા વિરૂપતા હોય તે પણ. તેનું સ્વરૂપ દુઃખદ અથવા ઇજા કરનારું હેતું નથી.' ઍરિસ્ટોટલે પિતાની વ્યાખ્યામાં પ્લેટ એ બતાવેલ દુષ્ટતાને સ્થાન આપ્યું નથી, એ તેના ભાષ્યકારોની દૃષ્ટિએ મહત્ત્વની વસ્તુ છે. 13 તેથી વિનાદના આસ્વાદની મીમાંસામાં શત્રુની યાતનાઓ જોઈ આનંદેન્મત્ત થયેલ પ્રાથમિક અવસ્થામાંના જંગલી માણસનું હાસ્ય જેમ વિચારમાં લઈ શકાય નહીં, તેમ બીજાની ફજેતી જઈ સુસંસ્કૃત માણસને આવતું સમાધાની હાસ્ય પણ વિચારમાં લઈ શકાય નહીં. વૈગુણ્ય અથવા વિરૂપતાનું સ્વરૂપ ઈજા પહોંચાડનાર હોતું નથી” એવું ઍરિસ્ટોટલે હાસ્યને વિષય બનેલ વ્યક્તિ માટે કહ્યું છે. તે માટે ઉદાહરણ તરીકે તેણે મુખવટાને ઉલ્લેખ કર્યો છે. મુખવટ વિરૂપ અથવા હાસ્યાસ્પદ હોય તે પણ તે ચડાવવામાં કેઈને ખોટું લાગતું નથી. તે જ પ્રમાણે “હાસ્યનું સ્વરૂપ વિઘાતક હોતું નથી એમ કહેવામાં પ્રેક્ષકોની વૃત્તિ હિંસક નહીં પણ સમાધાની હોય છે એવું એરિસ્ટોટલને અહીં સૂચવવું છે. 'ઍરિસ્ટોટલના મત પ્રમાણે હાસ્યાસ્પદતાનું મૂળ કારણ વિરૂપતા અથવા પૈગુણ્ય છે. ઍરિસ્ટોટલનો આ મત ભરતના વિધાન સાથે આશ્ચર્યકારક સામ્ય ધરાવે છે. બંને જણ વિરૂપતા અથવા વૈગુણ્યને હાસ્યનું મૂળ કારણ માને છે. અને હાસ્યનો આવિષ્કાર નીચ પાત્રોની બાબતમાં થાય છે એમ કહે છે. ઍરિસ્ટોટલ અથવા ભરતે કહેલ વિરૂપતા અથવા વિકૃતિ મૂળમાં શારીરિક અને બાહ્યસ્વરૂપની હોય તે પણ તેને સંકુચિત અર્થ ન લેતાં માનવ સ્વભાવમાંની ઉણપ, તેમ જ આચાર-વિચારમાંના પ્રમાદ, તેમાંની વિસંગતિ–વગેરેનો સમાવેશ તેમાં કરવો આવશ્યક છે. ઍરિસ્ટોટલે જે પ્રમાણે સૌંદર્યની વ્યાખ્યા વ્યાપક અર્થમાં કરી છે, તે પ્રમાણે વિરૂપતાની વ્યાખ્યા પણ વ્યાપક કરી શકાય. મનુષ્યના બૌદ્ધિક અને નૈતિક જીવનમાંની વિસંગતિ, હાસ્યાસ્પદતા, વિરોધી વિચારોને લીધે થતી. જીવનની ખેંચતાણ, જીવનમાંને પ્રમાદ, તેમજ માણસને બધાંના સમન્વય માટે પ્રયાસ-એ બધાંને અંતર્ભાવ વિરૂપતાની વ્યાપક વ્યાખ્યામાં કરી શકાય, આ વિવેચન દ્વારા વિનોદ અથવા હાસ્યનું મૂળ કારણ વિસંગતિ છે એ સ્પષ્ટ થશે. અર્થાત એ વિસંગતિમાં શારીરિક વિસંગતિથી માંડી બૌદ્ધિક અને નૈતિક વિસંગતિ સુધી, એટલે કે જીવનની બધી વિસંગતિઓનો સમાવેશ થાય છે. ભરત તે માટે વિપરીત’ શબ્દ વાપરે, અભિનવ તેને “અનૌચિત્ય કહે, અને