________________ 142 - વિદૂષક હાસ્યનું સ્વરૂપ શારીરિક અને માનસિક એમ ત્રિવિધ હોય છે, એ આપણે આ પહેલાં જ જોયું છે. કોઈ પણ રીતે વિકૃતિનું દર્શન થયા પછી જે શારીરિક પ્રતિક્રિયા થાય, તેને આપણે હાસ્ય કહીએ છીએ. એ પ્રતિક્રિયાની માનસિક પ્રેરણાનેએટલે કે વિકૃતિના અવલોકન દ્વારા હાસ્યરસને આસ્વાદ લેવાની બુદ્ધિને–વિનોદ કહેવામાં આવે છે. તે બુદ્ધિ આપણી અંદર હોય છે. એટલે કે વિનેદ એ આંતરધર્મ છે. જેની પાસે એ ધર્મ હોય તેને આપણે વિનોદી અથવા વિનંદબુદ્ધિવાળો કહીએ છીએ, અને વિનેદબુદ્ધિને શારીરિક બાહ્ય આવિષ્કાર એ જ હાસ્ય. આમ હાસ્ય એ બાહ્ય ગુણ છે. હાસ્યનું મૂળભૂત કારણ વિપરીતતા અથવા વિકૃતિ એ સ્વનિરપેક્ષ છે, બાહ્ય છે, તેથી કલામાં અને સાહિત્યમાં વિપરીતતા અથવા વિકૃતિનું ચિત્રણ હોય તે તે કૃતિને આપણે હાસ્યપ્રધાન કહીએ છીએ. નાટકમાં કોમેડીનું આ પ્રમાણે નિર્માણ થાય છે. હાસ્યનું સ્વરૂપ બાહ્ય હોવાને લીધે, પાશ્ચાત્ય ચર્ચામાં હાસ્ય (Laughter) કરતાં, આંતરધર્મ વિનોદ (humour)ની જ ચર્ચા વધુ કરવામાં આવી છે. હાસ્ય એ વિનોદનો જ બાહ્ય આવિષ્કાર હોવાને લીધે વિનંદનું મનિષ્ઠ અને બાવનિષ્ઠ એવું કિવિધ સ્વરૂપે સહેલાઈથી કલ્પી શકાય. આપણે જ્યારે કેઈ વ્યક્તિને અથવા કૃતિને વિવેદી તરીકે ઓળખાવીએ, ત્યારે તેમાં આપણે વિનોદ શબ્દના બંને અર્થો લેતા હોઈએ છીએ. વિનાનું અને તેના બાહ્ય સ્વરૂપનું-હાસ્યનું-મૂળ પ્રાથમિક અવસ્થામાંના માણસના વિજયોન્માદમાં શોધવું જોઈએ એ એક મત છે. બીજાની તુલનામાં પોતે શ્રેષ્ઠ હેવાની આપણને જાણ થાય, અથવા પહેલાં કરતાં આપણુ અવસ્થા સારી થઈ હોવાનું આપણને જણાય, ત્યારે આપણામાં એક પ્રકારને વિજયેન્માદ આવે છે, અને આ વિજયેન્માદ એ જ હાસ્યનો વિકાર હોય છે એમ ટૉમસ હેન્સ કહે છે. પ્રાથમિક અવસ્થામાં માણસને વિજયેન્માદ શત્રુને ઠાર કરવાને લીધે થતો. શત્રુને મારી તેના શરીર ઉપર ચઢી વિજયેન્માદથી ખડખડાટ હસતા. જંગલી માણસનું ચિત્ર આપણે કલ્પી શકીએ. હાસ્યનું પ્રથમ સ્વરૂપ આમ જંગલી હતું, પણ કાળાંતરે જેમ સંસ્કૃતિને વિકાસ થતો ગયો તેમ વિજયેન્માદની એ ભાવના નાશ પામી, અને તેની જગ્યાએ “આઘાતની કલ્પના રૂઢ થઈ. આઘાત એટલે ખરેખર આઘાત નહીં! પણ તથા કથિત ! ધારો કે કોઈ સજજન સૂટબુટ પહેરીને રસ્તા ઉપરથી જતે હેય, અને કેળાની છાલ ઉપરથી તે લપસી પડે, તે જે પ્રસંગ ઉભવે, ને આઘાત કહેવાય ! અને આ આઘાત થાય, ત્યારે આપણને સ્વાભાવિક હસવું આવે જ !