________________ 140 વિદુષક આપણ ને હસવાને લીધે, અથવા આપણી આજુબાજુ કાઈ ન હોવાને લીધે નાશ પામતી નથી. એને અર્થ એ કે, હસવા જેવા પ્રસંગે બનતા હોય છે, અને જેને મનની તૈયારી હોય તે એવા પ્રસંગમાં હાસ્યને આસ્વાદ માણી શકે છે. “આપણે શા માટે હસીએ છીએ? એ પ્રશ્નનો જવાબ એકદમ આપવો સહેલું નથી. આ પ્રશ્નને ભરતે આપેલ ઉત્તર નાટયશાસ્ત્રમાં આવતી ચર્ચા ઉપરથી જ તારવવો પડશે. “ગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે, એવું ભારતનું એક વિધાન છે. નાટકમાંના શૃંગારરસના દર્શન સાથે ભરતે હાસ્યરસને સંબંધ જડ્યો છે, અને શૃંગારરસપ્રધાન નાટકના નાયકના સહચર તરીકે વિદૂષકની યોજના કરી છે, એ આપણે ગયા પ્રકરણમાં જોયું છે. સંસ્કૃત નાટકોમાં વિદૂષક અને તેનું વિનોદનું કાર્ય પણ શૃંગારના સંદર્ભમાં જ જણાઈ આવે છે. ભારતે કરેલ ઉપયુક્ત વિધાનની બે મર્યાદાઓ છે, જે આપણે પહેલેથી જ જાણી લેવી જોઈએ-(1) હાસ્યનો સંબંધ કેવળ શૃંગાર સાથે જ છે એવું નથી (2) શૃંગારનાં દર્શન વડે હાસ્ય નિર્માણ થવું જ જોઈએ એવો નિયમ નથી. ભારતના આ વિધાન ઉપરની ટીકામાં અભિનવે આ વિધાનની ઉપર્યુક્ત બે મર્યાદાઓ સ્પષ્ટ કરી છે. શૃંગારમાંથી હાસ્ય નિર્માણ થાય છે એમ કહેવામાં ભારતને શૃંગારને સ્થાયિભાવ, રતિ, અભિપ્રેત નથી, પણ ત્યાભાસ અભિપ્રેત છે એમ અભિનવ સ્પષ્ટ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તે, રતિરૂપ પ્રેમમૂલક ભાવના મનુષ્યજાતની સ્વાભાવિક નિત્ય ભાવના છે, જ્યારે લેખક આ સ્થાયિભાવનું ચિત્રણ ઔચિત્ય સંભાળી યોગ્ય રીતે કરે, એટલે કે ચારુદત્ત જેવા નાયકની વસન્તસેના જેવી નાયિકા વિશેની પ્રેમભાવના ચિતરે, ત્યારે શૃંગારરસનું દર્શન થાય. આવા દર્શનમાં પ્રેક્ષકે હસી શકે નહીં, પરંતુ આ રતિના આલબન બદલાય, પ્રેમ ઉદ્દીપ્ત કરનાર કારણો બદલાય અને તેમાંથી આનુષાંગિક ભાવ નિર્માણ થાય ત્યારે રતિ નહીં, પણ ત્યાભાસ નિર્માણ થયે કહેવાય અને આવા રત્યાભાસના ચિત્રણ દ્વારા હાસ્ય નિર્માણ થઈ શકે. દા. ત. કારને વસંતસેના ઉપર પ્રેમ કરતે બતાવવામાં આવે, ત્યારે તેના સંવાદ અને વર્તન દ્વારા આપણને હસવું આવે છે. ભાવ અને ભાવાભાસમાને આ ફરક ધ્યાનમાં લેવા જેવો છે. જ્યાં અનૌચિત્ય નિર્માણ થાય, ત્યાં ભાવ ન રહેતાં ભાવાભાસ થાય છે અને તેમાંથી હાસ્ય નિર્માણ થાય છે. તે પણ જો આ મીમાંસા ખરી હોય, તે આવી પરિસ્થિતિ કેવળ શૃંગારની બાબતમાં જ હોઈ શકે નહીં કેઈ પણ રસની બાબતમાં ઉચિત ભાવને બદલે જે ભાવાભાસ બતાવવામાં આવે તો તે દ્વારા હાસ્ય નિર્માણ થઈ શકે. કરુણ