________________ પ્રકરણ 12 મું શાસ્ત્રગ્રંથમાં વિદૂષક વિશે ઘણી શાસ્ત્રીય માહિતી મળે છે, પરંતુ આ વિષયમાં બે મહત્વના પ્રશ્નો ઉદ્દભવે છે. (1) વિદૂષક અથવા તેના જેવાં વિનેદી પાત્રો જેમાં હોય, એવા સુખાત્મ અથવા હાસ્યપ્રધાન નાટકના નાટયબંધ વિશેની ચર્ચા અને (2) વિવેદી પાત્રોના કાર્યની (હાસ્યની) મીમાંસા. આ બંને પ્રશ્નોની સમસ્ત ચર્ચામાં આવતા પ્રશ્નપપ્રશ્નના જવાબ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં મળવાને સંભવ ઘણો ઓછો છે. ભારત અને ઈતર શાસ્ત્રકારોએ વિશે થોડી ઘણી ચર્ચા શાસ્ત્રગ્રંથમાં થઈ હય, તે પણ તેમના સ્વભાવ વિશે કરવામાં આવેલી ચર્ચા ઉપરછલ્લી છે. તેથી એ માહિતી દ્વારા કેઈ વિશિષ્ટ નાટયરચનાનું બાહ્યસ્વરૂપ સમજાય તે પણ તેમનું તત્વ આપણે સમજી શકતા. નથી. કારણ કે, અમુક નાટયપ્રકારમાં કથા કેવી હેવી જોઈએ, નાયક કેવો હોવો જોઈએ, કેટલા અંકે હોવા જોઈએ, કયા રસની તેમાં યોજના થઈ શકે એ વિશેની માહિતી જ એ વર્ણમાં મળી આવે છે. આમ, આ વર્ણને દ્વારા નાટયવિશેષની રચનામાં નાટકકારને કઈ તાત્વિક મદદ થવાને બદલે કેવળ માર્ગદર્શન તરીકે જ તેને ઉપયોગ થઈ શકે છે. તેથી ઉપલબ્ધ નાટકનું એ દષ્ટિએ પરીક્ષણ કરતી વખતે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તે શાસ્ત્રગ્રંથમાં આપેલ આ નિયમો નાટયપ્રકારોના બાહ્ય સ્વરૂપ સંબંધીના જ છે, અને તેથી નાટયરચનાના પ્રવાહમાં, આ નિયમો હંમેશાં પાળવા નાટકકારે માટે શક્ય બન્યા નથી. વિનોદ અને હાસ્યની પરિસ્થિતિ પણ એવી જ છે. ભરતે વિદૂષકનું હાસ્ય કેવી રીતે (શાને લીધે) નિર્માણ થાય છે, તેની ચર્ચા કરી છે. હાસ્યનિમિતિ માટે વિવિધ પ્રકારને અભિનય રંગભૂમિ ઉપર કેવી રીતે કરવો તે વિશેનું નટને ઉપકારક થાય, એવું દિગ્દર્શન ભરતે કર્યું છે, તેમજ હાસ્યના પ્રકારો પણ તેમણે વર્ણવ્યા છે છતાં હાસ્ય અને વિનેદનાં મૂળમાં કયાં સામાન્ય તર કામ કરે છે, તેનું સ્પષ્ટ અને સુસંગત વિવેચન એક પણ અધ્યાયમાં નથી. અર્થાત્ ભરત