________________ વિનોદને મર્મ 14 રસના ઉચિત દર્શન દ્વારા આપણું દિલ દ્રવી શકે, પણ જે વિદૂષક લાડવાની છાબડી ખોવાયાને લીધે રડવાની શરૂઆત કરે અથવા ખૂન ખાવાને લીધે તેનું પેટ ભારે થયું હોય, અને તેને તે શોક કરતે હોય, તે આપણને તે જોઈ હસવું આવશે. ખરો ભીષણ પ્રસંગ ચિતરવામાં આવે તો આપણે ભયભીત થઈશું, પણ જે વિદૂષક વાંકીચૂંકી લાકડીને અથવા ફૂલની માળાને સાપ સમજી આમ તેમ દેડાદોડ કરે, અથવા ચીસો પાડે, તે આપણને હસવું આવશે, કારણ કે તેમાં ભય નહીં પણ ભયાભાસ રહેલે છે. આ વિવેચન દ્વારા હાસ્યભવનું એક મહત્વનું કારણ આપણને મળી આવે છે, અને તે છે અનૌચિત્ય અથવા વિપરીતત્વ. હાસ્યરસના સંદર્ભમાં, વિદી નટ કેવી રીતે હાસ્ય નિર્માણ કરે છે, તેની ચર્ચા કરતાં ભારત જણાવે છે કે વિનોદી નટના અલંકાર, તેનું વર્તન, વેશ, શરીરના વિકાર-બધાં જ વિપરીત હોય છે. તેમાં વિકૃતિ હોય છે, માટે હાસ્ય નિર્માણ થાય છે. વિદૂષકનું એકંદર ભાષણ વિપરીત હોય છે એવું અન્યત્ર કહેવામાં આવ્યું છે. હાસ્યનો આવિષ્કાર સામાન્યપણે સ્ત્રીઓ અને નીચપાત્રોમાં થયેલે જણાય છે.૮ સભ્ય અને સુસંસ્કૃત માણસ ખડખડાટ હસે નહીં, પણ કેવળ સ્મિત કરે એ સમાજમાન્ય સંકેતને લીધે જ હાસ્યરસનું આલંબન નીચ પાત્રમાં હોય છે, એવો ભરતને અભિપ્રાય છે. નાટયદષ્ટિએ વિદૂષકનું પાત્ર નીચ છે, અને અહીં સ્ત્રીઓનો સમાવેશ કરવાનું કારણ પણ ઉપર્યુક્ત સંકેત જ છે. પરંતુ, ભારતના ઉપર આપેલ વર્ણનમાં વાપરેલ વિશેષણે પ્રસ્તુત વિવેચનની દષ્ટિએ ધ્યાનમાં લેવાં જેવાં છે. શરીરનું બાહ્ય રૂ૫, વેશ, અલંકાર, આચાર, ભાષા ઇત્યાદિ બાબતમાં વિપરીતપણું અથવા વિકૃતિ હોય એટલે હાસ્યનો આવિષ્કાર થાય છે, એમ ભરતે કહ્યું છે. ટૂંકમાં, વિપરીતતા અથવા વિકૃતિ–પછી તે ગમે તે પ્રકારની હાય—હાસ્યનું કારણ બને છે, એ તત્વ આપણે પ્રસ્તુત વિવેચનમાંથી તારવી શકીએ. નાટયશાસ્ત્રમાં સંકલિત અહીં સુધીનું વિવેચન શાસ્ત્રશુદ્ધ છે. પરંતુ સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર પ્રમાણે નાટયનું મુખ્ય તત્વ “રસ માનવામાં આવ્યું હોવાને લીધે નાટયપ્રકારોનું અથવા હાસ્યનું વિવેચન રસચર્ચાના અનુષંગમાં કરવામાં આવ્યું છે. સુખાત્મ અને દુખાત્મ એવા નાટકેના પ્રકારો ક૯પી, તેમાં સુખાભ નાટકોનું સ્વરૂપ કહી, વિનેદ અથવા હાસ્યની ઉપપત્તિ ચર્ચવામાં આવી હોય એવું વિવેચન અહીં જણાતું નથી. તેથી વિનેદનાં ઈતર તર શોધવા માટે આપણને પાશ્ચાત્ય મીમાંસાને આશરે લેવો આવશ્યક છે.