________________ વિદને મર્મ 139 પ્રવેશવા કરતાં લેખન અને પ્રયોગને ઉપયુક્ત એવા નિયમો શોધવા એ તેમને મુખ્ય ઉદ્દેશ હતો અને તેના અનુરોધમાં જ તેમણે કેટલીક વિગતભરી માહિતી આપી છે, તેમ જ તેમની તાત્તિવક મીમાંસા પણ કરી છે. આમ શાસ્ત્રકારોએ અને વિશેષતઃ નાચવેદની પ્રથમ રચના કરનાર ભરતે પણ વિનેદ અથવા હાસ્યને મર્મ જ જાણ્યા ન હતા એમ કહેવાનું કોઈ કારણ નથી. પણ એટલું ખરું કે આ વિષયમાં જણાતા વિધાનેની સુસંગત એવી, પુનરચના કરવી આવશ્યક છે–ખાલી પુનર્રચના જ નહીં, પણ જ્યાં કોઈ મહત્વના તવની ઊણપ જણ્ય અથવા તે ગોટાળા જેવું જણાય, ત્યાં આધુનિક તત્વચર્ચાની પૂરવણ જેડી, તેમજ આપેલી માહિતી સુધારી, આ મીમાંસા જેમાં બને તેમ પૂર્ણ કરવી આવશ્યક છે. આપણુ આ પ્રકરણમાં નાટચબંધોની રચના અપ્રસ્તુત છે. આપણે વિષય વિનોદને મર્મ છે, અને તેથી અહીં જણાતું વિવેચન એ મર્યાદાને અનુલક્ષીને જ કરવામાં આવ્યું છે. હાસ” નામને સ્થાયિભાવ એ જ હાસ્યરસને આત્મા છે, એમ ભરતે કહ્યું છે. “સ્થાયિભાવ એટલે માણસમાં સ્વભાવતઃ રહેનાર નિત્ય ભાવ. “હાસ એ સ્થાયિભાવ છે એને અર્થ હસવું એ દરેક માણસની પ્રવૃત્તિ છે. પાશ્ચાત્ય તત્ત્વચર્ચામાં માણસની “એક હસતું પ્રાણી” એવી વ્યાખ્યા કરવામાં આવી છે. પણ હાસ્ય એ આપણું સ્વાભાવિક પ્રવૃત્તિ છે, તે આપણું ભાવનાઓમાં અનુસ્યુત છે, એમ કહેવામાં હાસ્ય એ માણસને આંતરધર્મ છે, એટલે જ જે આપણે તેને અર્થ કરીએ, તે તે વિધાનને આપણે કરેલ અર્થ અપૂર્ણ લેખાશે. કારણ હાસ્ય એ કેવળ માનસિક ઘટના નથી, તે એક શારીરિક પ્રક્રિયા પણ છે, એટલે કે તેને સંબંધ શારીરિક ગ્રંથીઓ સાથે પણ છે એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આપણે જ્યારે હસીએ ત્યારે આપણું શરીરમાં કાંઈક ફેરફાર થતા હોય છે, અને તે સાથે મનની કેટલીક શક્તિઓ પણ મુક્ત થઈ બહાર આવતી હોય છે. ટૂંકમાં, હાસ્ય એ શરીર અને મન સાથે સંબદ્ધ એવી સંયુક્ત પ્રક્રિયા છે. ધારો કે આપણે કેટ પહેરતી વખતે અજાણતા તે ઊધે પહેરીએ, અથવા ડાબી બાંય જમણે હાથમાં ચડાવીએ, તે એ પ્રસંગ હસવા જેવો થશે. તે વખતે આપણી આજુબાજુ કાઈ હોય તે તેને એ જોઈ હસવું આવશે અને જે આપણું તે એ તરફ ધ્યાન દોરે તે આપણને પણ હસવું આવશે ! અને ધારે કે આપણને હસવું ન આવે, તે પણ એ પ્રસંગના મૂળમાં રહેલી હાસ્યકારકતા