________________ વિકાસ મર્મ ઍરિસ્ટોટલ ઓિ અપ્પા " વિપતા જે શબ્દ વાપરે તે પણ તે બધા પાછળની મૂળ કપના એક જ છે. અહીં એક મુદ્દો સ્પષ્ટ કરવાની જરૂર છે. હાસ્યાસ્પદતામાં કોઈને ઈ-પ્રકારની વિરૂપતા અથવા વિસંગતિ હંમેશા હોય છે એમ કહીએ તો તેને અર્થ વિરૂપતા અથવા વિસંગતિ એ હાસ્યાસ્પદ જ હોય છે એવો થતું નથી. 14 તેથી કંઈ વસ્તુમાંની વિસંગતિ હાસ્યાસ્પદ બને તે પહેલાં તે વિસંગતિનું જ્ઞાન થવું આવશ્યક છે. વિસંગતિનું જ્ઞાન હોવું એ વિદનું પહેલું પગથિયું છે. એ જ્ઞાન ચાલાક બુદ્ધિ સિવાય થઈ શકે નહીં. “વિનોદી લેખક કંઈ પેટ અથવા બગલમાં ગલીપચી કરતું નથી, તેનું લક્ષ્ય બુદ્ધિ હોય છે એવું મેરેડિથ કહે છે.૧૫ ખરા વિનોદનું સ્વરૂપ બુદ્ધિનિષ્ઠ જ હોય છે એવું મેરેડિથને આ વિધાનમાં સૂચવવું છે. બર્ગસેં એ પણ એવા એક મતનું પ્રતિપાદન કર્યું છે. તેના મત પ્રમાણે બુદ્ધિનિષ્ઠના વિના વિનદનું આકલન થઈ શકે નહીં. માણસની બે પ્રકારની પ્રવૃત્તિ અને વૃત્તિ હોય છે. તેમાંથી પહેલી પ્રવૃત્તિ વાસ્તવવાદની છે. જીવનમાંની વસ્તુઓ અથવા ઘટનાએ જેવી હોય તેવી જ રહે છે, તેમના સ્વરૂપને ઐતિહાસિક ક્રમ નિશ્ચિત હોય છે, તે બદલી શકાય નહીં, એવું માનવું એ વાસ્તવવાદી પ્રવૃત્તિ કહેવાય. તેથી વિરુદ્ધ આ વાસ્તવિક જગતની વસ્તુસ્થિતિમાં પણ મર્યાદાઓ હોઈ શકે, ઉણપ હોય શકે એમ માનીને જીવનમાં વસ્તુઓની અને ઘટનાઓની સ્વતંત્ર રચના મનુષ્ય પોતાની કલ્પના પ્રમાણે કરી શકે છે–તે તેમ કરવાનો સ્વતંત્ર પ્રયત્ન કરતો હોય છે, એવું માનવું એ બુદ્ધિનિષ્ઠ પ્રવૃત્તિ કહી શકાય, જીવન તરફ જોવાની જેવી જેની દૃષ્ટિ તેવી તેની વૃત્તિ બુદ્ધિનિષ્ઠ અથવા વસ્તુનિષ્ટ થઈ શકે, દુઃખાત્મ સાહિત્ય વનિષ્ઠ વૃત્તિમાંથી જન્મે છે. બુદ્ધિનિષ્ઠ વૃત્તિમાં એક પ્રકારની બંડખેરપણાની ભાવના રહેલી છે. વિનેગર્ભ સાહિત્ય આ પ્રકારની વૃત્તિમાંથી જન્મે છે. 16 ટૂંકમાં, આપણે જ્યારે કોઈ પણ વિસંગતિ જાઈએ, ત્યારે તે વિરુદ્ધ આપણું મન બંડ પોકારતું હોય છે, અને તેમાંથી વિદ અવતરે છે. ખંખેર વૃત્તિને સંબંધ હમેશાં બુદ્ધિ અથવા તર્ક સાથે હોય છે. વિચાર માટે જીવન વિનાદથી ભરેલું છે, પણ ભાવનાઓથી સભર વ્યક્તિ માટે તે દુઃખભર્યું છે'૧૭ એવું જે કહેવાય છે, તેને પણ અર્થ એ જ છે. વિનોદી વૃત્તિ અને બુદ્ધિનિષ્ઠા એ દષ્ટિએ ભિન્ન નથી. કેઈ પશુ માણસની વિનેદપ્રિયતાના પ્રમાણમાં તેની બુદ્ધિમત્તાને અંદાજ કરી શકાય એવું જેન્સન 10