________________ વિદને મર્મ 14 આ દાખલાઓમાં પણ, અમુક વસ્તુ જ્યારે વિપરીત અવસ્થામાં આપણું સામે આવે ત્યારે હાસ્ય નિર્માણ થાય છે, એ જ તત્વ મૂળમાં રહેલું જણાય છે. સંસ્કૃતિના પ્રવાહમાં આ વિપરીતતા અથવા વિસંગતિ વિશેની કલ્પના કેવળ શારીરિક સ્વરૂ૫ની રહેતી નથી. કેઈ સજજન લપસી પડે એટલે જ આપણને હસવું આવે એવું નથી. કેઈના પોષાકમાં અથવા બેલવાચાલવાની ઢબમાં પણ વિસંગતિ જણાય તે આપણે હસીએ છીએ. એને અર્થ એ કે વિસંગતિનું સ્વરૂપ સ્થળ અથવા બાહ્ય ન રહેતાં તે ઉત્તરોત્તર સૂમ થયેલું જણાય છે. તેને લીધે વિનેદની કક્ષા વધુ પહોળી થતી જણાય છે. તેથી વિવેદી આવિષ્કારના વિવિધ પ્રકારે આપણે નિહાળીએ છીએ. આ રીતે વિદપૂર્ણ ઘટનાઓ અને વિનોદી પાત્રો અસ્તિત્વમાં આવે છે. આગળ જતાં સુસંસ્કૃતપણાને જ્યારે પ્રકર્ષ થયો, ત્યારે કેઈ પ્રસંગ અથવા પાત્રમાંની વિસંગતિ શોધવાને બદલે માણસ પોતાના જીવનમાંની વિસંગતિ શોધવા લાગ્યો. સાહિત્યમાં જ્યારે જીવનની વિસંગતિનું ચિત્રણ થાય ત્યારે તે સાહિત્ય પણ ઉદાત્ત તેજથી ચમકી ઊઠે છે. 10 વિકેદની આ પરિસીમા છે. વિદની ઉત્પત્તિ અને ક્રમિક વિકાસની આ ઉપપત્તિ અનેક વિચારને માન્ય છે. વિનાદને હાસ્યરૂપ આસ્વાદ આપણે કેવી રીતે માણીએ છીએ તેનું પ્લેટોએ કરેલું વિવેચન પણ આવું જ છે. પ્લેટના શબ્દોમાં કહીએ તે હાસ્યાસ્પદતાને આપણને જે આનંદ થાય છે, તે ખરી રીતે બીજાની દુર્ઘટના જોવાને લીધે જ થાય છે. આ દુર્ઘટના વિશેને બુદ્ધિપૂર્વક ખ્યાલ આપણને હેત નથી, માટે જ તેની આપણું ઉપર થતી અસરને લીધે એ વ્યક્તિને પ્રત્યક્ષ ઈજા થવાને જરાયે સંભવ રહેતો નથી. પણ આપણી અંદર માત્ર તે વખતે એક પ્રકારની દુષ્ટતા હોય છે. બીજાની દુર્ઘટના જોઈને આપણને હસવું આવે એમાં આ પ્રકારની દુષ્ટતા મૂળભૂત હોવી જોઈએ.૧૧ વિનદના ઉપભોગની આ પ્રક્રિયામાં માનવ સ્વભાવમાં એક પ્રકારની દુષ્ટતા હેવી જોઈએ એવું જે માની લેવામાં આવ્યું છે, તે કેટલાક આધુનિક માનસશાસ્ત્રીઓને માન્ય નથી. વિનેદમાંથી નિર્મળ આનંદ પણ ઉપભોગી શકાય એ હકીક્ત કલા અને સાહિત્યમાં મળતાં આનંદનાં અનેક ઉદાહરણે ઉપરથી પુરવાર થઈ શકે. ઍરિસ્ટોટલ પ્લેટને ઉપર બતાવેલે મત સ્વીકારતા નથી. તેણે કરેલી કેમેડીની વ્યાખ્યા આ પ્રમાણે છે– નીચ પ્રકૃતિના પાત્રોની અનુકૃતિ એટલે કેમેડી