________________ વિદૂષક કલાપ્રકારોમાં હંમેશાં જણાય છે. વિદૂષકને વિનેદ એ રીતે ભાવનાઓને ભાર હળવે કરવામાં મદદ કરે છે. પરંતુ સંસ્કૃત નાટકમાં પ્રેમવ્યથા અને વિરહદુઃખનું ચિત્રણ ઘણું ખરું વિપ્રલંભ શૃંગારના કલાત્મક ચિત્રણનું સ્વરૂપ લે છે, તેથી તેમાં ભાવનાપ્રભ કરતાં કાવ્યાત્મકતા જ વધુ હોય છે પરિણામે, માનવી જીવનની જીવંત વેદનાઓની ઉત્કટતા ભાગ્યે જ તેમાં પ્રગટ થયેલી જણાય છે. દુઃખાભ નાટક (Tragedy) સંસ્કૃતમાં લખાયાં નથી. તેથી ભાવનાઓની વિલક્ષણ ઉત્કટતાએ પહોંચીએ અને તેને ભાર હલકે કરવા માટે ભાવને પશમ કરવાની આવશ્યકતા જણાય એવા પ્રસંગો શૃંગારપ્રધાન, રૂઢ, સુખાત્મ નાટકમાં, પ્રમાણમાં, ઓછી નિર્માણ થતા. અને તેથી ભાવનાઓનું સંતુલન (Emotional equilibrium) સાધવા વિનોદને ઉપગ સંસ્કૃત નાટકમાં ઝાઝો થતું નથી. તેથી સામાન્ય હાસ્ય નિર્માણ કરવાનું કાર્ય જ વિદૂષકને કરવું પડે છે. અર્થાત આ વસ્તુસ્થિતિ સર્વત્ર નથી. એના અપવાદ પણ આપણે જોઈએ છીએ. કેટલાંક સંસ્કૃત નાટકમાં ભાવનાપ્રભ ભાર એટલે વધી જાય છે કે, તેનું સંતુલન સાધવા વિનંદની સહાય લેવી પડે છે. “સ્વપ્નવાસવદત્તામાં વાસવદત્તાના મૃત્યુની અફવા)ને લીધે ઉદયન દુઃખના દરિયામાં પડે છે. વાસવદત્તાની હૃદયને વલોવી નાખે એવી યાદમાં, તેમ જ પદ્માવતીની મમતા મળતાં સુલભ સાંત્વનમાં કસાયેલે ઉદયન ભાવનાવ્યાકુળ થાય છે, ત્યારે (ચેથા અને પાંચમાં અંકમાં) વિદૂષકને વિનેદ ઉદયનના અને પ્રેક્ષકોને મન ઉપર ભાર ચોક્કસ ઉતારે છે. ચારુદત્તનું, મનને અસ્વસ્થ કરનારું, ગરીબાઈનું દુઃખ મૃછકટિકના પહેલા અંકમાં વર્ણવવામાં આવ્યું છે. તેમાં મૈત્રેયના ઉદ્ગાર અને કૃતિને હાસ્યકારક સાથ મળવાને લીધે વાતાવરણની વિષણણતા ઓછી થાય છે. ત્રીજા અંકમાં મૈત્રેય હોવાને લીધે જે બબડાટ કરે છે, તે આપણને દાગીનાઓની ચોરીને લીધે નિર્માણ થતા ભીષણ પ્રસંગે શૈડી વાર વસરાવે છે. ન્યાયાલયમાં મૈત્રેય બુમરાણ આવેલ ખૂનને આરોપ અને આંધળા ન્યાયાસન સામે કરવામાં આવેલી સત્યની મશ્કરી ખુલ્લી આંખે જેવી અશકય થાત. “શાકુંતલના બીજા અંકમાં વિદુષકના પ્રવેશને લીધે એક બાજુ દુષ્યન્તના ગંભીર પ્રણયને વિરોધી ઉઠાવ મળે છે, તે બીજી બાજુ દુષ્યન્ત આગળ ઉપસ્થિત