________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 135 અરે તેમાં પણ એક પરિહાસક કરતાં જ્યારે પરિહાસના વિષય તરીકે તેને ચિતરવામાં આવે છે, ત્યારે તેની વ્યવહારુ બુદ્ધિને કેાઈ ઝાઝી તક મળતી નથી. તેથી પાશ્ચાત્ય નાટકના વિદૂષકેની તુલનામાં જીવનના ભાષ્યકાર તરીકે સંસ્કૃત નાટકના વિદૂષકે ખૂબ ઊણું ઊતરે છે. પરંતુ જ્યાં તેને તક મળે છે, ત્યાં તેની માર્મિક અવલોકનબુદ્ધિ જણાયા વગર રહેતી નથી. એ દૃષ્ટિએ કાલિદાસના વિદૂષકાએ કરેલી ટીકા નેધપાત્ર છે. તે અગ્નિમિત્ર માલવિકાનું પ્રણયારાધન કરતા હોય છે. તે વખતે ઈરાવતી ત્યાં આવી પહોંચે છે. એવે વખતે વિદૂષકને રાજા “શું કરવું તે કાનમાં પૂછે છે, ત્યારે વિદૂષક કહે છે હવે શું કરવાનું છે? ચેર માલ સાથે પકડાય ત્યારે તેના માટે નાસી જવા સિવાય બીજે કયે રસ્તો હોઈ શકે ? અગ્નિમિત્ર ઈરાવતીને પગે પડે છે, પણ તે ગુસ્સામાં ચાલી જાય છે, ત્યારે ગૌતમ તેને કહે છે, “હું ઊઠે હવે. થઈ રાણી'બાની મહેરબાની !' દુષ્યન્ત શકુંતલા તરફ આકર્ષાય છે, ત્યારે માઢવ્ય તેને કહે છે કે, મીઠું- ખજૂર ખાઈને કંટાળ્યા પછી મધુર આમલીની ઈચ્છા થાય, તેમ અનેક ઉત્તમ સ્ત્રીઓને પરિભાગ લઈ કંટાળ્યા પછી એક તાપસકન્યાની ઈચ્છા આપને થઈ હોય એમ લાગે છે!” ઉર્વશી અચાનક પુરૂરવાને મળવા આવે છે, ત્યારે પુરૂરવા તેને પોતાના આસન ઉપર પડખે બેસાડે છે. પાસે જ વિદુષક અને ઉર્વશીની સખી પણ હોય છે. તેથી માણુવક (વિદૂષક) કહે છે, “અરે, અહીં જ તમારે સૂરજ આથમ્યો કે શું ?" ટૂંકમાં, રાજાનું બહુપત્નીત્વ, અને તેમાંથી રાજા માટે ઉદ્ભવતા શરમજનક પ્રસંગો, સામાજિક શ્રેષ્ઠતા અને અધિકારને લીધે વધેલ, અને ઘણી વખત શિષ્ટાચારને પણ ફગાવી દેત, રાજાને ઉતાવળ અને પુરુષ સહજ ચંચળ સ્વભાવ-વગેરે રાજજીવનની વિશેષતાઓ ઉપર વિદૂષક માર્મિક પ્રહાર કરતા જણાય છે. મૈત્રેયની ટીકાને અંતઃપુરની પણ મર્યાદા રહેતી નથી. તે અધિક વિશાળ સામાજિક વાતાવરણમાં રહે છે. સ્ત્રી-પુરુષ, ઘટના-પ્રસંગ, રીત-રિવાજ વગેરે ઉપર તેની જીભ ચાલતી હોય છે. મૈત્રેયની ટીકા જેટલી મોકળી અને ભેદક છે, તેટલી જ વાસ્તવિક અને હળવી છે. જીવનના ભાષ્યકાર તરીકે આપણે બધા વિદૂષકોમાં મૈત્રેયને પસંદ કરી શકીએ. (6) ભાવનાસંતુલનનું કાર્ય કથાવસ્તુના પરમેશ્ય બિંદુએ પહોંચેલા પ્રસંગે પ્રેક્ષકે જ્યારે માણતા હોય, ત્યારે તેમની ભાવનાઓને ભાર હલકે કરવાની આવશ્યકતા નાટક જેવા