________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 133 વિદૂષકને સોંપવામાં આવી છે. પરંતુ ઉદયનની મુલાકાત થયા પછી, તે વાસવદત્તાના પ્રેમમાં પડે હોવાનું વિદૂષક જાણે છે. ઉદયનના આ વર્તનને તે નિષેધ કરે છે, અને તેને પરિણામે જ યૌગંધરાયણ બીજી પ્રતિજ્ઞા લે છે. કથાવસ્તુ સાથે વિદૂષકને અત્યંત નિકટને સંબંધ હોવાનું અહીં સ્પષ્ટ જણાય છે. આથી વિરુદ્ધ કેટલાક નાટયકારેએ વિદૂષકને નાટકમાં મહત્વનું કોઈ પણ સ્થાન આપ્યું ન હોય તે પણ તેના પ્રમાદને ઉપગ કથાવિકાસ માટે કર્યો છે. દા. ત. મૈિત્રેય ઊંઘમાં બબડે છે, તેથી શર્વિલક સહેલાઈથી વસંતસેનાના દાગીના ચેરી શકે છે. આ ચોરી ઉપર નાટકના ઓગળના ઘણું પ્રસંગે આધારિત છે. પછી જ્યારે મિત્રેય વસંતસેનાના દાગીના પાછા આપવા જાય છે ત્યારે રસ્તામાં જ તેને ચારુદત્ત ઉપર ભેરવામાં આવેલા ખટલા વિશેની જાણ થાય છે. તે સીધો ન્યાયાલયમાં જાય છે, અને ત્યાં શિકાર સાથે લઢવાના આવેશમાં જ તેને હાથમાંથી દાગીના નીચે પડે છે, જેથી ચારુદત્તની ફાંસીની શિક્ષા કાયમ થાય છે, અને અંતે વધસ્તંભની ઘટના અટળ થાય છે. કાલિદાસે પોતાનાં નાટકોના કથાવિકાસમાં વિદૂષકના પ્રમાદને ખૂબ ચતુરાઈભર્યો ઉપયોગ કર્યો છે. ડાહ્યો ગૌતમ પણ ચોથા અંકમાં માલવિકા અને અગ્નિમિત્રનું સમુંદ્રગ્રહમાં મિલન ગોઠવીને બહાર બેઠાં બેઠાં કાં ખાય છે. તેની આ ભૂલને લીધે ઈરાવતી આગળ રાજાનું રહસ્ય ખુલ્લું પડી જાય છે. અર્થાત અણીને વખતે ધારિણીને નાની બેનને વાંદરાએ બીવડાવ્યાના સમાચાર આવે છે, અને ઈરાવતી ચાલી જાય છે એ ઠીક, નહીં તે આખરે વિદૂષક અને રાજાનું શું થાત કે જાણે ? “વિક્રમોર્વશીયમાં રાણીની દાસી માણુવકને છેતરે છે, અને તેથી પુરૂરવાનું પ્રેમરહસ્ય તે તેને કહે છે. રાજાએ તેને સાચવવા આપેલ ઉર્વશીને પ્રેમપત્ર તે ખોઈ નાંખે છે, જે બરાબર રાણીના હાથમાં જ આવે છે. માણુવકની આ ભૂલને લીધે બીજા અંકમાંને રાજા-રાણીની લઢવાડને પ્રસંગ નિર્માએ છે. “શાકુંતલ'ને વિદૂષક તો સાવ બાળે છે. તેના બાઘાપણુને લીધે બીજા પિતાનું કામ કરી લે છે અને તેથી “શાકુંતલ'ની કથા આગળ વિકસે છે. એક બાજુ રાજા શકુંતલા તરફ આકર્ષિત થયો હોય, અને બીજી બાજુ રાજમાતા પિતાનું પુત્રપિંડ પાલનવ્રત પૂરું કરવા તેને બોલાવે, ત્યારે રાજાનું મન દ્વિધામાં પડે છે. તે જ વખતે આશ્રમમાંથી તાપસે આવે છે, અને તપોવનમાં રહેવા તેઓ તેને વિનવે છે. એ વખતે શકુંતલાની વાતે બેટી હેઈ યજ્ઞરક્ષણ કરવા ખાતર પોતે તપોવનમાં રહ્યો છે, એમ દુષ્યન્ત વિદુષકને કહે છે. અર્થાત વિદૂષક રાજાની વાત ખરી માને છે, એટલું જ નહીં પણ સૈન્ય લઈ રાજધાની તરફ પાછા