________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) 131 એવું તે ગુસ્સામાં તેને કહે છે. આ ઉદ્ગારોમાં વિદૂષકની દરબારમાં થયેલી નિમબૂકની સ્પષ્ટ સૂચના છે. 'વિદ્વશાલભંજિકા'માં રાણીના પરિવારે કરેલી વિદૂષકની અસભ્ય મશ્કરી, અને વિદૂષકે પણ એવા જ શબ્દોમાં “પાછી કરેલી’ ગાળે દરબારી વાતાવરણ ઉપર સૂચક પ્રકાશ ફેકે છે. અર્થાત્ સંસ્કૃત નાટમાં પ્રણયકથાની મર્યાદાને લીધે ખરા અર્થ માં દરબારી વાતાવરણ સર્જાતું નથી, અને તેથી મશ્કરાની ભૂમિકા ખીલવવા વિદૂષકને ઝાઝી તક મળતી નથી. (4) કથાવિકાસનું કાર્ય શંગારપ્રધાન સુખાભ નાટકમાં વિદુષક, નાયકના સહચરની ભૂમિકા ભજવે છે એ આપણે આ પહેલા જોયું. પોતાની શક્તિ મુજબ વિદૂષક રાજાને તેના પ્રેમપ્રકરણમાં મદદ કરે છે એમાં શંકા નથી. કોઈ હોશિયાર વિદૂષક નાયકને નાયિકાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેને મદદ કરતા જણાય છે. પરંતુ નાટકકારોએ વિદૂષકનું નાયકના સહચર ઉપરાંત એક વિનોદી પાત્ર તરીકે ચિત્રણ કર્યું હોવાને લીધે તેમણે તેની હોંશિયારી સાથે મૂર્ખાઈભર્યા પ્રસંગો પણ બતાવ્યા છે. કેટલાક વિદૂષકે રાજાને મદદ કરવા જતાં નકામાં ગોટાળા કરતા જણાય છે. તેથી ખરી રીતે વિદૂષક નાટકમાં શું કામ કરે છે, નાટ્યકથામાં તે શું સ્થાન ધરાવે છે વગેરે પ્રશ્નો વિચારણા માંગે છે. વિનોદનિર્મિતિ એ વિદૂષકનું અપરિહાર્ય કાર્ય હોય તે પણ એને સંબંધ જે કથા સાથે ખેંચી તાણીને જોડવામાં આવે તો કથાનું પોત ફિચ્ચું પડી જાય, અને કથાની રચનામાં દોષ આવી જાય. તેથી, નાટકકારોએ કલાત્મક રીતે નાટકથાની રચનાની દષ્ટિએ વિદૂષકને ખાલી વિનોદ કરનાર કોઈ તટસ્થ પાત્ર ન ચિતરતાં, કથા સાથે ગાઢ સંબંધ ધરાવે એવી ભૂમિકા તેને સોંપી. “સ્વપ્નવાસવદત્તા'ના ચોથા અંકમાં પ્રદવનનું દશ્ય આવે છે. ત્યાં માધવિલિતામંડપ પાસે રાજા ઉદયન શિલાતલ ઉપર બેઠે હોય છે. તે વખતે વિદૂષક તેને કઈ ગણું વધુ પ્રિય છે, તે પૂછે છે. તે જ પ્રમાણે સમુદ્રગ્રહમાં ઉદયન પદ્માવતીની રાહ જોતે તેની પથારી ઉપર બેઠો હોય છે, ત્યાં તેને ઊંધ આવે છે. તેથી તે વિદૂષકને વાત કહેવાનું કહે છે. આ બંને પ્રસંગેનું બાહ્ય સ્વરૂપ વિનદી છે. રાણી વિશે પ્રશ્ન પૂછતી વખતે વિદૂષકને જોશ આવે છે, તે રાજાને દમ મારે છે–તેમજ રાજા પણ કાલાવાલા કરવાનું જે નાટક કરે છે–તે પરિહાસથી પૂર્ણ છે. અને પછી તરત જ વાતાવરણ બદલાઈ જાય છે. રાજા એ જ પ્રશ્ન વિદૂષકને પૂછી આખા પ્રસંગની પુનરાવૃત્તિ કરે છે, ત્યારે પદ્માવતીને પણ રાજાના