________________ વિાષકની ભૂમિકા અને તેનું કાર્ય (2). 129 દાની કલ્પના આપણને આવે છે. બીજા અંકમાં તે નાયકને ચંદનલતાગૃહ તરફ લઈ જાય છે, અને ત્યાં જ નાયક અને નાયિકાનું મિલન થાય છે. ત્રીજા અંકમાં કુસુમાકરને ઉલેખ પણ વિદુષકે કર્યો છે. અંકમાંની પ્રમુખ ઘટનાઓ. આ કુસુમાકર ઉદ્યાનમાં જ થાય છે. ચારાયણ વિદ્ધશાલભંજિકાના પહેલા અંકમાં મકરંદ ઉદ્યાનનું, કીડાલનું, તથા કતરેલા સ્તંભનું વર્ણન કરી વિવિધ દશ્યને આપણને ખ્યાલ આપે છે તેણે કરેલ સંધ્યાકાળને નિર્દેશ બીજા અંકની ઘટનાઓને સમાપ્તિકાળ બતાવે છે. ત્રીજા અંકમાં તે રાજાનું અને તારાઓનું વર્ણન કરે છે, ચેથા અંકમાં તે પઢિયાને વખત સૂચવે છે. રંગસ્થળ, બદલાતાં દશ્યો, નાટયઘટનાને કાળ, નાયક અથવા નાયિકાના પ્રવેશનું સૂચન, મુખ્ય પાત્ર અથવા પ્રસંગ વિશેની માહિતી તથા બે અકેની વચમાં બની ગયેલ ઘટનાઓનું સૂચન આપવાનું કાર્ય વસ્તુતઃ નાટકના કોઈ પાત્રનું નથી. સમજદારી સાથે નાટયકથાને વિકાસ સમજાવનાર, પાત્ર અને પ્રસંગની માહિતી આપનાર, તથા થનારી ઘટનાઓનું દિગ્દર્શન કરનાર નિવેદકનું તે કાર્ય છે. એ નિવેદક ભલે નાટકમાં ભાગ ભજવનાર નટ હોય, તે પણ પ્રત્યક્ષ નાટયવસ્તુથી અલિપ્ત રહી પ્રેક્ષકેની દૃષ્ટિએ આવશ્યક એવી માહિતી આપવાનું કાય તે કરતો હોય છે. ગ્રીક નાટકોમાં એવા કાર્યને choric function, અને તે કાર્ય કરનાર પાત્રને choric character કહેવામાં આવે છે. આપણે એને નાટ્યનિવેદકનું કાર્ય કહી શકીએ. ઉપર બતાવ્યા પ્રમાણે, નાટકથાના વિકાસમાં નાટકના એક પાત્ર તરીકે મહત્તવને ભાગ ભજવવા ઉપરાંત વિદૂષક નાટયનિવેદનનું કાર્ય કરે છે. સંસ્કૃત નાટકમાં આમ આપણે વિદૂષકની દ્વિવિધ ભૂમિકા જોઈએ છીએ. “ત્રિગતમાં મહત્ત્વનો ભાગ ભજવી નટમંડળીના એક ઘટક તરીકે, નાટયસંજનનું કામ વિદૂષક કરતે, પણ બદલાતી નાટયપદ્ધતિને લીધે તેનું ત્રિગતનું કામ નષ્ટ થયું, છતાં “નાટનિવેદક નટ અથવા chorous actor તરીક નાટકકારોએ તેટલી જ જરૂરિયાતની ભૂમિકા તેને સોંપી. (2) સેવકનું કાર્ય નાટયદષ્ટિએ વિદૂષકનું પાત્ર “નીચ’ એટલે કે નીચલી કક્ષાનું હોવાને લીધે કથાનકમાં તેને ઘણું મામૂલી કામ કરવાં પડે છે. તે પૈકી તેનું હંમેશનું કામ છે સંદેશા પહોંચાડવાનું. રાજાને તે મિત્ર હોવાને લીધે રાજા અને અંતઃપુરને