________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય (2) કોક્તિ એ શાસ્ત્રકારોએ નિયમ કર્યો.૧ અંકની શરૂઆતમાં અથવા વચમાં, જ્યારે કઈ નવું પાત્ર પ્રવેશવાનું હોય ત્યારે તેનું સૂચન કરવા વિશે કેટલાક નાટયસંકેતો બતાવવામાં આવ્યા છે. નાટકકારે તેમને ઉપયોગ કરતા. સંસ્કૃત નાટકે ઉપરથી એવું લાગે છે, કે બદલાતાં દાનું વર્ણન કરવાનું, અને નાયકને પ્રવેશ સુચવવાનું કામ વિદૂષક કરે છે. બરવપ્નવાસવદત્તાને ચોથે અંક વિદૂષકના પ્રવેશથી શરૂ થાય છે. વિદૂષકની ઉદયનને અમદવનમાં લઈ જાય છે. ત્યાં તે બાગની અને ફૂલોની શોભા, તથા વિવિધ આકારમાં ક્ષિતિજની ભૂરી સપાટી સુધી ઊંચે ઊડતી બગલાની હારમાળાનું વર્ણન કરે છે. તે ઉપરથી અભિપ્રેત દશ્યને ખ્યાલ આવે છે. પછી તે ઉદયનને માધવીલતામંડપમાં લઈ જાય છે, અને અંકનું મુખ્ય દશ્ય શરૂ થાય છે. પ્રતિજ્ઞાયૌગંધરાયણ'માં ત્રીજા અંકની શરૂઆતમાં પણ વિદૂષકની સંવાદમાં નાટસ્થળને ઉલેખ આવે છે, તેમ જ નાયક-યૌગધેરાયણ-ને પ્રવેશની સૂચના પણ તેમાં જણાય છે. અંકને અંતે, વિદૂષક ફરીથી મહત્ત્વની વિગતે જણાવે છે. અવિમારકમાં બીજા અંકના આરંભમાં વિદૂષક પ્રવેશે છે. પિતાના ભાષણમાં અવિમારક વિશે આવશ્યક માહિતી આપી, તેની કુરંગી વિશેની પ્રેમભાવના-કે જે નાટકને વિષય છે—તે વર્ણવે છે; અને અંતે સૂર્યાસ્ત વખતે જાણતી નગરશેભાનું વર્ણન કરે છે. ચેથા અંકમાં અવિમારક અચાનક બેવાયાના સમાચાર તે આપે છે. મિત્રેયને ઉલ્લેખ “મૃછકટિક'ની પ્રસ્તાવનામાં જ આવે છે. પહેલા અંકની ભૂમિ સ્પષ્ટ થાય છે, અને નાયકને પ્રવેશ પણ સૂચવાય છે. ત્રીજા અંકમાં તે ચારુદત્તના ઘર તરફ જવાને રસ્તે, તેમ જ અન્તભંગનું શયનસ્થળ - એ બંને સ્થળે વિશેનું સૂચન કરે છે. ચોથા અંકમાં, વસંતસેનાના સાત એકવાળા મહેલનું તે વર્ણન કરે છે. પાંચમા અંકનું રંગસ્થળ-વૃક્ષવાટિકા–પણ તે જ બતાવે છે. સાતમાં અંકમાંના પુષ્પકરંડક નામના જીર્ણોદ્યાન વિશે પણ આપણે મૈત્રેય દ્વારા જ જાણીએ છીએ, અને છેલ્લા અંકમાં મૈત્રેય જ્યારે ચાદત્તના પુત્રને વધસ્થાન તરફ લઈ જાય છે, ત્યારે, ત્યાંનું દશ્ય પણ તેણે જ વર્ણવ્યું છે. નૃત્યસ્પર્ધાની યોજના ગૌતમે પોતે કરી હોવાને લીધે “માલવિકાગ્નિમિત્રના બીજ અંકનું દક્ષ્ય આપણે ગૌતમ દ્વારા જ જાણી શકીએ. ત્રીજા અંકમાં તે રાજાને પ્રમદવનમાં લઈ જાય છે. તે વખતે ઇરાવતીના આગમન વિશેની સૂચના